બેન્ક ઓફ બરોડા દ્વારા દર્દી ઓને હેલ્પ ડેસ્ક બનાવી આપવામાં આવ્યું
અમદાવાદ
આજરોજ GMERS હોસ્પિટલ સોલા ખાતે બે એસ્ટ્રલ કંપની દ્વારા અશક્ત ,વૃદ્ધ , ઘાયલ, સગર્ભા , દિવ્યાંગ દર્દી ઓને એક વિભાગ થી બીજાં વિભાગ માં અવર જવર માટે મુશ્કેલી પડતી હોવાથી ઇલેક્ટ્રિક કાર્ટ ની ઘણાં સમય થી જરૂરિયાત હતી જેને ઘ્યાન માં લઇ ASTRAL કંપની દ્વારા GMERS હોસ્પિટલ ને દર્દી ની સેવા માટે દર્દી ના લાભાર્થે વિના મૂલ્યે આપવામાં આવી હતી જ્યારે બેન્ક ઓફ બરોડા દ્વારા દર્દી ઓને હેલ્પ ડેસ્ક બનાવી આપવામાં આવ્યું છે
જેમાં હોસ્પિટલ ની તમામ જાણકારી મળી રહે ને દર્દી ઓને નિયત જગ્યા તથા કયા કઈ જગ્યાએ જવું છૅ તેની માહિતી આ ડેસ્ક ઉપર થી મળી રહે અને દર્દી તથા એમના સગા ઓને સગવડ મળી રહે તે માટે ખુબ જ લાભદાયી બની રહેશે.આ પ્રસંગે ડીન , અધિક્ષક, BOB નાં અધિકારી, એસ્ટ્રલ ઇલેક્ટ્રિક કાર્ટ નાં અધિકારી પણ હાજર રહ્યા હતાં.