અમદાવાદ
મહે પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસીહ અમદાવાદ રેન્જ તથામહે પોલીસ અધિક્ષક હિમાંશુવર્મા અમદાવાદ ગ્રામ્યએ જીલ્લામા ચોરીની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમોની વોચ-તપાસમાં રહી તેઓની ગે.કા પ્રવૃતિ શોધી કાઢવા માટે ચોક્ક્સ ડ્રાઈવનું આયોજન કરી આવી ચોરીઓ સદંતર નેસ્ત-નાબૂદ કરવા આપેલ સુચના અન્વયે તથા ઇ.નાયબ પોલીસ અધિક્ષક શ્રી નિલમ ગોસ્વામી ધોળકા વિભાગ ધોળકાના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.ડાંગરવાલા બાવળા પો.સ્ટે તથા પોલીસ સ્ટાફ વી ચોરી શોધી કાઢવા સતત પ્રય ત્નશીલ હતા તે દરમિયાન ગઈ તા- ૧૫/૦૩/૨૦૨૪ ના રોજ પો.સ્ટેના અ.હે.કો.જીતેન્દ્રકુમાર તથા આપો.કો. મેરૂભા નાઓને સંયુક્ત રીતે બાતમી હકિકત મળેલ કે, ભાવેશભાઇ ઠાકોર તથા દિપકકુમાર દુલેરા તથા ધીરજકુમાર ઠાકોર નામના ત્રણ ઇસમો ચોરી કરેલ નવા બીલ વગરના ટાયર લઈને બાવળા રૂપાલ ચોકડી ખાતે ભેગા થયેલ છે અને વેચવા માટે ફરે છે.” તેવી ચોક્કસ અને આધારભુત બાતમી હકીકત મળેલ હોય જે આધારે પંચો સાથે હકીકતવાળી જગ્યાએ સફળ રેઈડ કરી લોખંડની સ્ટાપડી સહિત ટાયરો નંગ-૧૦ જે એક નંગની કિ.રૂ. ૩૫૦૦/- લેખે નંગ ૧૦ ની આશરે કી.રૂ. ૩૫,૦૦૦/- તથા એક વાહન કાળા કલરની એસેન્ટ ફોરવીલ ગાડી જેની કિ.રૂ. ૮૦,૦૦૦/- તથા ગાડીમાંથી મળી આવેલ પક્કડ કિ.રૂ.૧૦/- તથા અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ.૨,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૧૭,૦૧૦/-નો મુદામાલ કબ્જે કરી રેઈડ દરમિયાન પકડાયેલ ઈસમો (૧) ભાવેશભાઇ ગોપાલભાઇ જાતે ઠાકોર ઉ.વ.૨૫ ધંધો.ડ્રાયવીંગ રહે.ધોળકા સીંધીગેટ કાચપોળ, હશનઅલી સ્કુલની બાજુબાં તા.ધોળકા જી.અમદાવાદ તથા (૨) દિપકકુમાર ભાઇલાલભાઇ જાતે દુલેરા ઉ.વ.૨૧ ધંધો. ડ્રાયવીંગ રહે. વણકરવાસ નેસડાગામ તા. ધોળકા જી.અમદાવાદ તથા (૩) ધીરજકુમાર દશરથભાઇ જાતે ઠાકોર ઉ.વ.૨૪ ધંધો ડ્રાયવીંગ રહે.ધોળકા અલકા ટોકીઝ ગોવાળીયા વાસ તા.ધોળકા જી.અમદાવાદ નાઓ વિરુધ્ધ Cr.P.C. કલમ-૪૧(૧)(ડી), ૧૦૨ મુજબ કર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી
પો.ઈન્સ જે.ડી.ડાંગરવાલા, એ.એસ.આઈ ભગીરથસિંહ ગોહીલ, તથા અ.હે.કો.જીતેન્દ્રકુમાર કાળુભાઇ બ.નં.૭૫૧ તથા અ.હે.કો.ધર્મેન્દ્રસિંહ શિવરાજભાઇ બ.નં.૯૮૬ તથા આ.પો.કો. મેરૂભા ઘનશ્યામસિંહ બ.નં.૪૬ તથા અ.પો.કો.ભગવતસિંહ વિક્રમસિંહ બ.નં.૧૩૨૧