હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ, ચોરી, ડમી વિદ્યાર્થીઓ, મોબાઈલ સાથે ચોરી વગેરે કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે સાણંદમાં એક ડમી વિદ્યાર્થી પકડાયો હતો. આ વિદ્યાર્થી મિત્રએ આપેલા ઉછીના રૂપિયાના બદલામાં પરીક્ષા આપવા પહોંચ્યો હતો. પરંતુ તેનો ભાંડો પકડાઈ ગયો હતો.
આ પેપરમાં એક વિદ્યાર્થી જ્યારે પરીક્ષાખંડમાં પહોંચ્યો ત્યારે પરીક્ષકે હોલ ટિકિટમાં તેનો ફોટો જોતા નિરીક્ષકને શંકા ગઇ હતી. તપાસ કરતા ડમી હોવાનું જાણ થઇ હતી. વિદ્યાર્થીની ઉંમર સામાન્ય વિદ્યાર્થી કરતા વધારે હતી. વધુ તપાસ કરતા અધિકારીઓને જાણવા મળ્યું કે, વિદ્યાર્થી ખાનગી ઉમેદવાર તરીકે નોંધાયો હતો. કોઇ સ્કૂલનો વિદ્યાર્થી ન હતો.
આમ તપાસ કરતા વિદ્યાર્થી ડમી વિદ્યાર્થી નીકળ્યો હતો. તેણે અધિકારીને જણાવ્યું કે, તેણે મિત્ર પાસેથી રૂપિયા ઉછીના લીધા હતા. તેથી તેના મિત્રએ રૂપિયા ન આપવા માટે શરત મૂકી હતી. તેના વતી તત્ત્વજ્ઞાનનું પેપર લખવાનું હતું. જેથી મારા રૂપિયા માફ થઈ જશે. તેથી હું તેના બદલે પરીક્ષા આપવા આવ્યો હતો.
બનાસકાંઠામાં ધાનેરાની સૂર્યોદય સાયન્સ સ્ફુલમાં.ધોરણ-12ની પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. ધાનેરામાં ભાઈના બદલે પરીક્ષા આપવા આવેલો કૌટુંબિક ભાઈ ઝડપાયો હતો. ધોરણ-12 ના ભૂગોળના પેપરમાં નિરીક્ષકે રીસીપ્ટ અને આઈડી કાર્ડ જોતા શંકા જતા ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. જેના બાદ કેસ નોંધાયો છે. અનિલ ચૌધરીની જગ્યાએ તેનો કૌટુંબિક ભાઈ પ્રદીપ ચૌધરી પરીક્ષા આપવા આવ્યો હતો.