આરોપી સરમીન ઉર્ફે કલ્લુ સ/ઓ અસલમ મેવ
શંકમદ ઇસમની પુછપરછ હાલ ચાલુ
અમદાવાદ
ગુજરાતના પ્રતિષ્ઠીત રાજનેતાઓ તથા અધિકારીઓ તથા જુદા જુદા માણસોના નામના સોશિયલ મિડીયા એપ્લીકેશનોમાં ફેક આઇ.ડીઓ બનાવી તેના દ્વારા તેમના ઓળખીતાઓ/સગા સબંધી પાસેથી નાણાં માંગી છેતરપીંડી આચરનારને રાજસ્થાન રાજ્યના કીશનગઢ ખાતેથી સાયબર ક્રાઇમબ્રાંચ અમદાવાદ શહેરે પકડી પાડયો છે.જુદી જુદી સોશિયલ સાઇટ ઉપર ગુજરાતના પ્રતિષ્ઠિીત રાજનેતાઓ તથા પોલીસ અધિકારીઓ તથા જુદા જુદા માણસોના નામના ફેક આઇ.ડીઓ બનેલ હોવાની તેમજ તેના મારફતે તેમના ઓળખીતાઓ પાસેથી પૈસા માંગણી કરી છેતરપીંડી થતી હોવાની વિગત અત્રેની ટેકનીકલ ટીમને મળતા. જે બાબતે ટેકનીકલ તપાસ ચાલુ હતી દરમ્યાન આ ગુનાના ભોગબનનાર નાઓ અત્રે આવી પોતાની ફરીયાદ આપતા આ બાબતે અત્રે ફરીયાદ દાખલ થયેલ અને આરોપી બાબતે ટેકનીકલ તેમજ બાતમી આધારે તપાસ કરી રાજસ્થાન રાજ્યના કીશનગઢ ખાતેથી આવી ગુનાહીત પ્રવુતી આચરનાર ઇસમ સરમીન ઉર્ફે કલ્લુ સ/ઓ અસલમ મેવ નાઓને પકડી અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ શંકમદ ઇસમની પુછપરછ હાલ ચાલુ છે.