શ્રદ્ધા હોય તો બધું જ કામ પૂર્ણ થાય, માતાજીના વિશ્વાસ સાથે લોકો અનેક પ્રકારની શ્રદ્ધા આશા અને માનતાઓ રાખતા હોય છે, ત્યારે ભલે આજના યુગમાં વૈજ્ઞાનિક આગળ વધ્યું પણ શ્રદ્ધા ખુટી નથી, વધતી જ ગઈ છે, ત્યારે GJ-18નું નાનુ ગોહિલવાડ એટલે રાંદેસણ કહી શકાય, અહીંયા વકીલો બનવાની ફેક્ટરી હોય તેમ ફક્ત ગોહિલ સમાજના રેકોર્ડ બ્રેક વકીલો છે, ઘણા એવા ગામો છે, જેમાં પોલીસ, આર્મી, માં ભરતી થયેલા ની સંખ્યા ઘરે ઘરે જોવા મળે, ત્યારે તે ગામ માણસાનું રંગપુર કહી શકાય, ત્યારે GJ-18નું રાંદેસણ સૌથી વધારે વકીલોની સંખ્યા અને તે પણ ગોહિલ સમાજની સંખ્યા વધુ છે, ત્યારે દર વર્ષે ચાલતા પગપાળા રાંદેસણ (નાના ગોહિલવાડ)થી રાજપર એવા ખોડીયાર માતાજીના મંદિર (ભાવનગર) દર્શન કરવા જશે,
વધુમાં જે યુવાનો વિદેશ ગયા છે કેનેડા, લંડન, અમેરિકા, તે પાછું વળીને પ્લેન ટિકિટ નો ખર્ચો કેટલો થશે તે જોતા નથી, બાકી માં એ જે આશીર્વાદ આપ્યા હતા તે વિદેશ તેમના આશીર્વાદથી જ ગયા છીએ, ત્યારે તસવીરમાં દેખાતો નવયુવાન પોતે ઓસ્ટ્રેલિયાથી માતાજીના પગપાળા સંઘ સાથે ચાલવા દર્શન કરવા જઈ રહ્યો છે, તસવીરમાં સફેદ શર્ટ વાળા કેરી સિંહ ગોહિલ તથા તેમના પુત્ર બાજુમાં જોઈ શકાય છે ત્યારે આજરોજ દર્શન કરવા પગપાળા સંઘ પ્રસ્થાન કરશે,
બોક્સ
નાનુ ગોહિલવાડ GJ-18નું જોવું હોય તો (રાંદેસણ) કહી શકાય ઘરે ઘરે વકીલોની ફોજ છે, જોવા જઈએ તો વકીલ અભ્યાસની ફેક્ટરી પણ કહી શકાય, ત્યારે નામાંકિત એડવોકેટથી લઈને બહાર કાઉન્સિલ અને બાર એસોસિએશન સુધી સફર કરનારા શંકરસિંહ ગોહિલ, લાલસિંહ ગોહિલ, જમીનનો ના કેસોના માસ્ટરમાં પીબી ગોહિલ, ગિરીશ સિંહ ગોહિલ થી લઈને અને યુવાનો વકીલોમાં જોડાયા છે ત્યારે હજુ ઘણા પાઇપમાં છે, ત્યારે વિદેશ ગયેલા પણ પગપાળા સંઘમાં ચાલવા ગમે તેટલો ખર્ચ કેમ ન થાય પણ માતાજીના દ્વારે જવાનું….