અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવનાર બે આરોપીઓ ઝડપાયા

Spread the love

રૂપિયાની માંગણી કરનાર બે આરોપીની સાયબરક્રાઈમે રાજસ્થાનના ભરતપુરથી ધરપકડ કરી

અમદાવાદ

અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી રૂપિયાની માંગણી કરનાર બે આરોપીની સાયબરક્રાઈમે રાજસ્થાનના ભરતપુરથી ધરપકડ કરી છે.ધારાસભ્યનું નકલી એકાઉન્ટ જોઈ ખુદ ધારાસભ્ય પણ ચૌકી ઉઠયાં હતા અને તેમણે સાયબર ક્રાઈમમાં અરજી આપી હતી,તો પોલીસે અરજીના આધારે બે આરોપીની રાજસ્થાનના ભરતપુરથી ધરપકડ કરી છે,આરોપીની તપાસમાં વધુ ખુલાસા થવાની શકયતાઓ પોલીસ સેવી રહી છે.ધારાસભ્યએ પણ આ વાતને ગંભીરતાથી લઈ સાયબરક્રાઈમમાં અરજી આપી હતી,તો પોલીસે મહેનત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.ભરતપુરથી જે બે આરોપીઓ ઝડપાયા છે તેને લઈ વધુ ખુલાસા પોલીસની તપાસમાં સામે આવી શકે છે.

આરોપી સરમીન ઉર્ફે કલ્લુ સ/ઓ અસલમ મેવ

બીજી ઘટનામાં આજે ગુજરાતના પ્રતિષ્ઠીત રાજનેતાઓ તથા અધિકારીઓ તથા જુદા જુદા માણસોના નામના સોશિયલ મિડીયા એપ્લીકેશનોમાં ફેક આઇ.ડીઓ બનાવી તેના દ્વારા તેમના ઓળખીતાઓ/સગા સબંધી પાસેથી નાણાં માંગી છેતરપીંડી આચરનારને રાજસ્થાન રાજ્યના કીશનગઢ ખાતેથી સાયબર ક્રાઇમબ્રાંચ અમદાવાદ શહેરે પકડી પાડયો છે.જુદી જુદી સોશિયલ સાઇટ ઉપર ગુજરાતના પ્રતિષ્ઠિીત રાજનેતાઓ તથા પોલીસ અધિકારીઓ તથા જુદા જુદા માણસોના નામના ફેક આઇ.ડીઓ બનેલ હોવાની તેમજ તેના મારફતે તેમના ઓળખીતાઓ પાસેથી પૈસા માંગણી કરી છેતરપીંડી થતી હોવાની વિગત અત્રેની ટેકનીકલ ટીમને મળતા. જે બાબતે ટેકનીકલ તપાસ ચાલુ હતી દરમ્યાન આ ગુનાના ભોગબનનાર નાઓ અત્રે આવી પોતાની ફરીયાદ આપતા આ બાબતે અત્રે ફરીયાદ દાખલ થયેલ અને આરોપી બાબતે ટેકનીકલ તેમજ બાતમી આધારે તપાસ કરી રાજસ્થાન રાજ્યના કીશનગઢ ખાતેથી આવી ગુનાહીત પ્રવુતી આચરનાર ઇસમ સરમીન ઉર્ફે કલ્લુ સ/ઓ અસલમ મેવ નાઓને પકડી અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ શંકમદ ઇસમની પુછપરછ હાલ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com