ગેનીબેનનું મામેરું : ગેનીબેને મામેરાનાં રૂપમાં મત માગ્યાં, રતનજી બોલ્યાં ” મામેરું એક વાર જ મંગાય”….

Spread the love

લોકસભા માટે રાજ્યની 26 બેઠકો પૈકી સૌથી વધુ રોચક જંગ બનાસકાંઠામાં જોવા મળ્યો છે. આ બેઠક પર ભાજપે ડૉ. રેખા ચૌધરી તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. મહિલાની સામે મહિલા ઉમેદવાર હોવાથી અહીં ચૂંટણી શરુઆતથી જ જામી છે. ચૌધરી સમાજના શિક્ષિત મહિલા એવા રેખાબેન ચૌધરીની સામે ઠાકોર સમાજના ગેનીબેન પહેલા દિવસથી આક્રમક પ્રચાર કરી રહ્યા છે.

બનાસની દિકરી શબ્દને બ્રાન્ડ બનાવી ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન દિકરીને મામેરાની જરુરી ગણાવી મામેરાના રૂપમાં મત માગી રહ્યા છે.

બનાસકાંઠાની આ ચૂંટણીમાં બેનના પ્રસંગમાં મામેરા શબ્દને લઈને રાજનીતિ જબરજસ્ત ગરમાઈ છે. ત્રણ પરગણા બ્રહ્મ સમાજના ભાજપના સમર્થિત કાર્યક્રમમાં ભાજપના નેતા એવા રતનજીએ ગેનીબેનના મામેરા શબ્દ પર કટાક્ષ પણ કર્યો. મામેરું એક જ વખત હોય વારંવાર નહીં કહી વાવમાં રતનજીએ કટાક્ષ તો કર્યો. પરંતુ ગેનીબેન પણ કોઈ કસર છોડે એમ નથી. કારણ કે તેમને પહેલા દિવસથી સ્પષ્ટ કરેલું કે મારા વિધાનસભાના પ્રસંગમાં વાવના ભાઈએ મામેરું ભર્યુ હતુ. આ પ્રસંગમાં લોકસભા ક્ષેત્ર અંતર્ગત આવતી તમામ વિધાનસભા બેઠકના ભાઈઓને પહેલીવાર મામેરું ભરવા અપીલ કરી રહું છું. આવો પહેલા સાંભળી લઈએ રતનજી અને ત્યાર બાદ સાંભળીએ ગેનીબેને મામેરું ભરવા કેવી અપીલ કરી હતી.

ચૂંટણી પંચે આજે લોકસભાની ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી.જેમાં 2024 લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. તેમણે કહ્યું કે તેઓ બે વર્ષથી ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. સાત તબક્કામા ચૂંટણી યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com