રેત ચોરીના મસમોટા નેટવર્કનો પર્દાફાશ, હિટાચી મશીન, આઈસર, ટ્રેકટર સહીત 29 લાખથી વધુના મુદ્દામાલ સાથે 6 ઝડપાયાં..

Spread the love

ગાંધીનગરના માધવગઢ પાસેની સાબરમતી નદીમાં ઘણા સમયથી ખનીજ માફિયાઓ રેત ખનન કરતા હોવાની વ્યાપક બૂમરાણ છતાં ખાણ ખનિજ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે ગઈકાલે રાત્રે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે અત્રેની નદીમાં ત્રાટકીને રેત ખનન કરતા છ રેતીચોરોને હિટાચી મશીન, આઈસર, ટ્રેકટર સહીત 29 લાખથી વધુના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડી રેત ચોરીના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં રાત દિવસ ખનીજમાફિયાઓ બેફામ રીતે સાદી રેત ઉલેચી રહ્યા હોવાની વ્યાપક બુમરાણ ઉઠવા છતાં ખાણ ખનિજ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયું છે. ત્યારે ગઈકાલે રાત્રે એલસીબી પીઆઈ ડી.વી. વાળાની ટીમ નાઈટ પેટ્રોલીંગ અર્થે નીકળી હતી. એ વખતે મળેલ પાક્કી બાતમીના આધારે પોલીસે માધવગઢ ગામની સીમમાંથી પસાર થતી સાબરમતી નદીમાં દરોડો પાડયો હતો. જ્યાં સર્વે નં-368 વાળી લીઝમાં ખનીજચોરો હીટાચી મશીન દ્વારા 10 ફૂટ જેટલું ખોદકામ કરી રેત ચોરી કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

નદીનાં પટમાં પોલીસ ટીમ ત્રાટકતા જ ખનીજચોરો ફફડી ઉઠયા હતા. અહીં ત્રણ ટાટા આઇવા ટ્રકો, ટ્રેક્ટર તેમજ હીટાચી મશીન દ્વારા સુવ્યવસ્થિત રીતે રેત ચોરીનું મસમોટું નેટવર્ક ચાલી રહ્યું હતું. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, રાત્રીના અંધકારનો લાભ ઉઠાવી હીટાચી મશીનનો ડ્રાયવર અંધારાનો લાભ લઇ ભાગી ગયો હતો. જ્યારે બાકીના રેતીચોરોને કોર્ડન કરીને ઝડપી લેવાયા હતા.

જેઓની પૂછતાંછમાં તેમના નામ મોહનજી સમદાજી વણઝારા અને નરેન્દ્ર જોઇતાજી વણઝારા (બન્ને રહે. દેલવાડ ગામ, વણઝારાવાસ, તા. માણસા) હોવાનું જણાવ્યું હતું. બન્નેની પૂછપરછમાં સર્વે નંબર – 368 વાળી લીઝ તેમના કાકા પનાજી રાણાજી વણઝારા (રહે, દેલવાડ ગામ, તા.માણસા) પાસેથી પાવર ઓફ એર્ટની આધારે લીધી હોવાનું સામે આવ્યું છે. બંને જણાં હીટાચી મશીન દ્રારા અલગ અલગ આઇવા ટ્રકો તેમજ ટ્રેક્ટરમાં નદીની રેતીની ચોરી કરતા હતા. જેનાં માટે હીટાચી મશીન રોહિત રમેશભાઈ રબારી (રહે. ઉંઝા) પાસેથી ભાડેથી લીધું હતું. જેનો ડ્રાઈવર અનિલ યાદવ હતો. જે પોલીસને જોઈ નાસી ગયો હતો. જ્યારે ત્રણ ટ્રક લઇને આવેલા જીતેન્દ્ર રમણભાઈ વણઝારા (રહે. મ. નં – 114, મુક્તિધામની બાજુમાં આવેલ છાપરા, સેક્ટર – 30),વિક્રમ જીતુભાઈ વણઝારા(રહે, માણેકપુર ગામ. અભિકાનગર, માણસા), અને અશોકજી કેશાજી ઠાકોર, મુકેશજી ચુંથાજી ઠાકોર (રહે. દેલવાડ ગામ)ને પકડી પાડયા હતા.

ઉક્ત લોકોએ ભેગા મળી રાત્રીના સમયે સરકારી લીઝમાંથી ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતા હતા. જેનાં પગલે 4 હજાર કિલો ગ્રામ રેતી, ટ્રેક્ટર ટોલી હીટાચી મશીન, ત્રણ ટાટા આઇવા ટ્રક, મોબાઇલ ફોન નંગ – 6 મળીને કુલ રૂ. 29 લાખ 25 હજારનો મુદ્દામાલ જપ્ત કરી છ ભૂમાફિયાઓ વિરુદ્ધ ચીલોડા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com