પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને ગોમતી નગર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન

Spread the love

ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ, અને સંરચનાને લગતી વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in

અમદાવાદ

પશ્ચિમ રેલવે દ્વારા હોળીના તહેવારને અનુલક્ષીને યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં સાબરમતી અને ગોમતી નગર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેનની બે ટ્રિપ વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે :

ટ્રેન નંબર 09405/09406 સાબરમતી-ગોમતી નગર-સાબરમતી સ્પેશિયલ (બે ટ્રિપ)

ટ્રેન નંબર 09405 સાબરમતી-ગોમતીનગર સ્પેશિયલ 22 માર્ચ 2024 શુક્રવારના રોજ સાબરમતીથી રાત્રે 22.00 કલાકે ઉપડીને બીજા દિવસે રાત્રે 22:30 કલાકે ગોમતીનગર પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 09406 ગોમતીનગર-સાબરમતી સ્પેશિયલ ટ્રેન 24 માર્ચ 2024 રવિવારના રોજ ગોમતીનગરથી સવારે 06.00 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 07:00 કલાકે સાબરમતી પહોંચશે.

માર્ગમાં આ ટ્રેન બંને દિશાઓમાં મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, અજમેર, ફુલેરા, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, મથુરા, હાથરસ, કાસગંજ, ફર્રૂખાબાદ, કન્નોજ, કાનપુર, અનવરગંજ, કાનપુર સેન્ટ્રલ અને એશબાગ સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસીનો એક કોચ, થર્ડ એસીના 3 કોચ, સ્લીપર શ્રેણીના 15 કોચ અને સામાન્ય શ્રેણીના કોચ રહેશે. ટ્રેન નંબર 09405 નું બુકિંગ 21 માર્ચ 2024 થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ ઉપર શરૂ થશે. ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ, અને સંરચનાને લગતી વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com