હું નપુસંક છું. હું કોઈ ફિઝિકલ રીલેશન રાખી શકું તેમ નથી, તું પપ્પા અને મારા ભાઈ સાથે શારીરિક સંબંધ રાખી શકે છે…

Spread the love

રાજકોટ શહેર ખાતે એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ ખાતે સાસરીયે રહેતી 25 વર્ષીય પરણીતા કામિની ( નામ બદલાવેલ છે ) દ્વારા પોતાના પતિ, સસરા, સાસુ અને વિરુદ્ધ આઇપીસી 498 (A), 406, 420, 114 મુજબ ગુનો નોંધાવવામાં આવ્યો છે. તેના પતિએ પોતે નપુસંક હોય તે વાત છુપાવી હતી. તો સાથે જ લગ્નજીવન દરમિયાન શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી નાની-નાની વાતોમાં ઝઘડાઓ કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદી કામિનીએ જણાવ્યું છે કે, પોતે હાલ પોતાના માવતરના ઘરે રહે છે. કામિનીના લગ્ન 30 નવેમ્બર 2021ના રોજ જ્ઞાતિના રીતી રિવાજ મુજબ થયા હતા. સુહાગરાતે પતિએ કોઈપણ પ્રકારના શારીરિક સંબંધ રાખ્યા નહોતા. તેમજ ત્યારબાદ પણ જુદા જુદા બહાના બતાવી માતાજી તથા ભગવાનની બાધા હોય તેમ કરી સમય પસાર કરતા હતા.

તેમજ લગ્નના પાંચ સાત દિવસ બાદ પણ પતિએ કોઈ શારીરિક સંબંધ ન રાખતા કામિનીને તેના પતિ ઉપર શંકા ગઈ હતી. જેથી તેણે પોતાના પતિને પૂછતા તેણે કહ્યું હતું કે, મારે લગ્ન જ કરવાના નહોતા. હું નપુસંક છું. હું કોઈ ફિઝિકલ રીલેશન રાખી શકું તેમ નથી. તેમજ જો તું આ વાત કોઈને કરીશ તો હું આત્મહત્યા કરી લઈશ તેમ જ સુસાઇડ નોટમાં તારું તેમજ તારા માતા-પિતાનું નામ લખતો જઈશ. તે પ્રકારની ધમકી આપી હતી.

પતિ શારીરિક સુખ આપી શકે તેમ ન હોવાથી તેને દવા લેવાનું કહેતા તેણે કહ્યું હતું કે, મેં અગાઉ દવા કરાવેલી છે પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી. તેમ છતાં જો તારે શરીર સુખ જોઈતું હોય તો મારો ભાઈ તથા મારા પિતા તને શારીરિક સુખ આપી દેશે. જે અંગે ઘણી વખત કામિનીને તેના સસરા અને દિયરે ચેષ્ટાઓથી ઈશારાઓ પણ કર્યા હોવાનું તેને ફરિયાદમાં જણાવ્યું છે. સમગ્ર મામલે કામિનીએ પોતાના પતિની બીમારી સંબંધે ડોક્ટર પાસે સારવાર પણ કરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *