કલોલ તાલુકાના સાલજીપુરા વડસર રોડ પર જોગણી માતાના મંદિર પાસે આવેલ ભરતજી ઠાકોરના વાડામાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે ચાલતું ગેસ ગોડાઉન પર SOG ગાંધીનગરની ટીમે રેડ કરી હતી. જ્યાં માણસોની જીંદગી જોખમમાં મુકાય તેમ અનધિકૃત રીતે વગર પાસ પરમીટે રાંધણ ગેસના ઘરેલું બોટલમાંથી કોમર્શિયલ LPG ગેસના બાટલા સગળગી ઉઠે તેવો ભયજનક પદાર્થ એક બોટલમાંથી બીજી બોટલમાં ભયજનક જલદ પદાર્થ કોઈપણ જાતની વ્યવસ્થા વગર પોતાના આર્થિક ફાયદા સારું વેચાણ કરવા સારું રાખ્યું હતું. ગેસના અલગ અલગ કંપનીના બાટલા ઓટો રિક્ષા તેમજ અન્ય સાધનો સાથે કુલ રૂપિયા 1,23,650 મુદ્દામાલ સાથે આરોપી પરમાર ગણપત કાનજીભાઈ રહે.વસંતનગર ટાઉનશિપ ગોતા અમદાવાદ વાળાની ધરપકડ SOG ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે.
કલોલ તાલુકાના સલાજીપુરા વડસર રોડ પર ગેરકાયદેસર રીતે એલપીજી ગેસના બાટલાનો વેપાર ચાલે છે તેવી બાતમી મળતા બપોરે 1:30 કલાકે SOGની ટીમ દ્વારા આ ગેરકાયદેસર ચાલતા ગેસના ગોડાઉન પર દરોડો પાડી આ ગોડાઉનમાં માલિક આરોપી પરમાર ગણપત કાનજીભાઈ રહે.ટાઉનશીપ ગોતા વાળાની અલગ અલગ કંપનીના LGP ગેસના કોમર્શિયલ તેમજ ઘરેલું વપરાશ ગેસના ભરેલા અને ખાલી બાટલા સાથે ગોડાઉન માલિકની SOG ગાંધીનગર દ્વારા ધરપકડ કરી તેની વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં કરવામાં આવી છે.
SOG ગાંધીનગરને બાતમી મળી હતી કે, કલોલ વડસર ગામે જોગણી માતાના મંદિર પાસે આવેલ ભરતજી શંકરજી ઠાકોરના વાડામાં પતરાના સેડવા રૂમમાં આરોપી દ્વારા વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે રાધણ ગેસ તેમજ કોમર્શિયલ એલપીજી ગેસના બાટલાઓની એક બાટલામાંથી બીજા બાટલામાં ગેસ ટ્રાન્સફર કરવામાં આવે છે. જે આજુબાજુના લોકો માટે જીવનું જોખમરૂપ સાબિત થાય તેમ છે.
ગાંધીનગર એસોજી દ્વારા વાડામાં રેડ કરી ગેરકાયદેસર ચાલતા ગોડાઉનના માલિક ગણપત કાનજીભાઈ પરમારના ગોડાઉન પરથી ગેરકાયદેસર રીતે એક બાટલામાંથી બીજા બાટલામાં વાળનો માણસોની જીંદગી ટ્રાન્સફર કરવામાં આવતો હતો.
આ ગોડાઉન પરથી ઘરેલું તેમજ એલપીજી ગેસના તેમાં ઘરેલું તેમજ ગેસના કોમર્શિયલ બાટલા ઇલેક્ટ્રિક મોટર માધ્યમથી પારદર્શક પ્લાસ્ટિક પાઇપ મારફતે ટ્રાન્સફર કરવાની કામગીરી કરવામાં આવતી હતી. ચાલુ કામે આરોપીને SOG દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમજ ગોડાઉનમાં તપાસ કરતા 24 કિલો 500 ગ્રામ વજનના એલપીજી કોમર્શિયલ બાટલા તેમજ ઘરેલું ગેસ એલપીજી બાટલા 23 કિલો 900 ગ્રામ વજનના એક ભારત ગેસના શીલ બંધ બોટલ LPG કોમર્શિયલ 6 બાટલા, મોટા 4 બાટલા તેમજ એક્સ્ટ્રા તે જ ગેસ લખેલ LPG કોમર્શિયલ 3 બાટલા નામ વગરના LPG કોમર્શિયલ 9 બોટલ તેમજ 5 કિલો વજનના LPG કોમર્શિયલ ગેસના નાના બાટલા નંગ 8 HP કોમર્શિયલ ગેસના બાટલા નાના 2 નામ વગરની 1 બાટલો સાથે અલગ અલગ કંપનીના 22 બાટલા કિંમત 44,000 રૂપિયા તેમજ નાના અલગ અલગ કંપનીના 11 બાટલા કિંમત 11,000 રૂપિયા તેમજ ભારત ગેસના 1 બાટલો 2000 રૂપિયા ભારત ગેસ ભરેલો 1 બાટલો કિંમત 2000 રૂપિયા LPG બાટલો 1 ભરેલો 3000 રૂપિયા તેમજ ઇલેક્ટ્રિક મોટર પંપ ટ્યુબ તેમજ પારદર્શક પાઇપ પ્લાસ્ટિકની સાથે કુલ કિંમત 10,000 ઇલેક્ટ્રિક વજન કાંટો કિંમત 1000 રૂપિયા તેમજ એક લોડીંગ રીક્ષા GJ.27 W.0146 કિંમત 50,000 રૂપિયા તેમજ પંપ 500 રૂપિયા તેમજ અન્ય મુદ્દામાલ સાથે કુલ 1,23,650 રૂપિયાના મુદ્દામાલ સાથે ગેરકાયદેસર ચાલતા આ ગોડાઉનમાંથી જપ્ત કરી આરોપી ગણપત કાનજીભાઈ પરમારની કલોલ તાલુકાના સાલજીપુરા જોગણી મતાના મંદિર પાસે વડસર રોડ પરથી SOG ગાંધીનગર દ્વારા રેડ ધરપકડ કરવામાં આવી છે.