અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક ૫ લાખ કરતા પણ વધુ સરસાઈ સાથે  ભાજપ જીતશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતા અમદાવાદ અધ્યક્ષ અમિતભાઈ પી. શાહ

Spread the love

કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ અને ધારાસભ્ય અમિતભાઈ પી.શાહ

અમે લોકોએ અમારા સંકલ્પ પત્રના ૯૫ ટકાથી પણ વધુ વાયદાઓ પરિપૂર્ણ કર્યા છે અને અમારું રીપોર્ટકાર્ડ લઇને પ્રજા સમક્ષ જઈ રહ્યા છીએ : શાહ

અમદાવાદ

કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ અને ધારાસભ્યશ્રી અમિતભાઈ પી.શાહે વિજય વિશ્વાસ સંકલ્પ વ્યક્ત કરતા જણાવ્યું કે, અમદાવાદ પશ્ચિમ લોકસભામાં મહાનગરમાં સમાવિષ્ટ ૭ વિધાનસભા અનુક્રમે અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણીનગર, દાણીલીમડા, અસારવા અને એલીસબ્રીજ પૈકી ૫ વિધાનસભામાં ભાજપના ધારાસભ્યશ્રીઓ સેવા આપી રહ્યા છે. આંકડાકીય માહિતી આપતા શ્રી શાહે જણાવ્યું કે, ૨૦૧૪ અને ૨૦૧૯ લોકસભા ચુંટણીમાં અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ૩ લાખ ૨૦ હજાર આસપાસ લીડ રહેવા પામી હતી. વિધાનસભા ચુંટણીના આધારે જોઈએ તો ૨૦૧૭માં આ તમામ વિધાનસભાઓમાં ૨ લાખ ૪ હજાર મતની લીડ હતી, જયારે ૨૦૨૨માં વિધાનસભામાં એ લીડ વધીને ૨ લાખ ૭૧ હજાર જેટલી થવા પામી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપાએ જે કહ્યું તે કર્યું છે. અમે લોકોએ અમારા સંકલ્પ પત્રના ૯૫ ટકાથી પણ વધુ વાયદાઓ પરિપૂર્ણ કર્યા છે અને અમારું રીપોર્ટકાર્ડ લઇને પ્રજા સમક્ષ જઈ રહ્યા છીએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની આંતરિક તેમજ બાહ્ય સુરક્ષામાં ક્યાય કોઈ કાંકરીચાળો પણ કરવાની હિંમત અત્યારે કરી શકતું નથી. હાલની સરકાર દેશની જૂની સમસ્યાઓના સુખદ સમાધાન સાથે વિરાસત અને વિકાસનું સંતુલન કરીને આગળ વધી રહી છે. વિશ્વમાં ભારત દેશની શાખ વધી છે. આજે ભારત દેશના વ્યક્તવ્ય વગર વૈશ્વિક ચર્ચાઓ અધુરી રહી જાય છે. ભારત દેશની સ્કીલ અને કામ કરવાનું સ્કેલ સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે. ૩૭૦ની કલમ નાબુદીનું પગલું એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકાર કરી રહ્યું છે. રામ મંદિરના નિર્માણ થકી આજે આવનારા એક હજાર વર્ષો સુધી ભારત દેશની સનાતન સંસ્કૃતિના દર્શન વિશ્વ કરશે.અમારી માઈનસ વિધાનસભા જમાલપુર-ખાડિયા તેમજ દાણીલીમડા વિધાનસભામાં પણ અમે આ વખતે લોકસભામાં ઉમેદવારશ્રી દિનેશભાઈ મકવાણાની આગેવાનીમાં લડત આપી સરભર કરવાનો પ્રયાસ કરીશું. દરિયાપુર વિધાનસભામાં વિધાનસભાની ચુંટણી કરતા વધુ મત મેળવી લીડ વધરવા માટેનું માઈક્રો પ્લાનિંગ હાથ ધરી રહ્યા છે. એલીસબ્રીજ વિધાનસભામાં, મણીનગર વિધાનસભામાં, અમરાઈવાડી વિધાનસભામાં અને અસારવા વિધાનસભામાં સરવાળે ૫ લાખથી વધુ મતથી જીત મેળવવા માટે તમામ શ્રેણીના કાર્યકર્તાશ્રીઓએ કમર કસી લીધી છે.

કેન્દ્રીય પાર્લિયામેન્ટરી બોર્ડે અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવારને તારીખ ૦૨ માર્ચના રોજ શ્રી દિનેશભાઈ મકવાણાને જાહેર કર્યા હતા. અત્યાર સુધી લોકસભામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા વિસ્તારમાં ૩-૩ વખત પ્રવાસ થઇ ચુક્યો છે. કાર્યકર્તાઓ અને ચુંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠકો સમયાંતરે યોજાઈ રહ્યી છે. મતદાન ૦૭મી મેના રોજ યોજવાનો છે. અમારી પાસે હજુ દોઢ મહિના જેટલો સમય બચ્યો છે. એક-એક ઘર, સોસાયટી, સમગ્ર વિસ્તારનો જનસંપર્ક કરવાની અમારી યોજના છે. ઉમેદવારશ્રી દિનેશભાઈ મકવાણાને તમામ સમાજમાં જે રીતે આવકાર મળી રહ્યો છે અને આમ, તમામ વ્યવસ્થાઓને અવલોકન કરીએ તો અને જૂની મતદાનની પેટર્નનું અવલોકન કરીએ અને હાલની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર પ્રત્યેની લાગણી અને વિશ્વાસ તેમજ મોદી કી ગારંટી જે રીતે લાભાર્થીઓને મળી છે. તેનું અવલોકન કરીએ તો ૫ લાખ કરતા પણ વધુ સરસાઈ સાથે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે તેવો દ્રઢ વિશ્વાસ મહાનગરના અધ્યક્ષશ્રી અમિતભાઈ પી. શાહે વ્યક્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com