
આરોપી વિપુલ હિમ્મતસિંહ ડોડીયા
અમદાવાદ
અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમીશ્નર સેક્ટર- ૨ તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન-૫ સાહેબ તથા મદદનીશ પો.ક. આઈ” ડીવીઝનની સુચના મુજબ તેમજ પોલીસ ઈન્સપેક્ટર એસ.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ તા:૨૦/૦૩/૨૦૨૪ ના રોજ સર્વે સ્કોડના ઈન્ચાર્જ એ.એસ.આઈ હીરેન્દ્રસિંહ અનોપસિંહ બ.નં.૧૩૬૩૩ તથા સ્ટાફના માણસો સાથે દારૂ જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.કો પ્રકાશભાઈ રઘુભાઈ બ.નં.૧૧૬૩૨ તથા પો.કો ધર્મેન્દ્રકુમાર ડાહ્યાભાઈ બ.નં.૬૪૬૪ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે રામોલ વસ્ત્રાલ ગામ બળીયાદેવના મંદીર પાસે આવેલ ખુલ્લા ખેતરમાં પંચો સાથે રેડ કરતા આરોપી વિપુલ હિમ્મતસિંહ ડોડીયા ઉવ:૨૮ રહે:દરબારવાસ વસ્ત્રાલ ગામ રામોલ અમદાવાદ શહેર નાને પોતાના કબજા માંથી વગર પાસ પરમીટે ઈંગ્લીશ દારૂની અલગ અલગ કંપનીની મોટી બોટલો નંગ:૩૫ કીમત રૂપીયા ૧૭,૫૦૦/- તથા નાની બોટલો નંગ:૪૮ કીમત રૂપીયા ૪,૮૦૦/- તથા બીયરના ટીન નંગ:૩૪ કીમત રૂપીયા ૩,૪૦૦/- તથા મોબાઈલ ફોન નંગ:૦૧ કીમત રૂપીયા ૧૫,૦૦૦/- મળી કુલ્લે કીમત રૂપીયા ૪૦,૭૦૦/- ના મુદામાલ સાથે પકડી સદર આરોપીને આ દારૂ બીયરના જથ્થા સબંધે પંચો રૂબરૂ પુછતા પોતાને પૈસાની જરૂર હોય જેથી ચોરીથી ઈગ્લીશ દારૂનો છુટક ધંધો કરવા સદર દારૂ બીયરનો જથ્થો વોન્ટેડ આરોપી યુવરાજ નામનો માણસ મો.નં.૯૮૯૮૯૬૫૨૮૧ નાનો આપી ગયેલ હોવાનુ પંચો રૂબરૂ જણાવતા ઉપરોક્ત તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરૂધ્ધ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૪૦૨૬૭/૨૪ ધી પ્રોહી કલમ ૬૬(૧)બી,૬૫(એ)(ઈ) ૧૧૬(બી),૮૧ મુજબનો ગુનો દાખલ કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
કામગીરી કરનાર ટીમ
એ.એસ.આઈ હીરેન્દ્રસિંહ અનોપસિંહ બ.નં.૧૩૬૩૩
એ.એસ.આઈ નરેન્દ્ર દાજીરાવ બ.નં.૮૩૭૦
પો.કો પ્રકાશભાઈ રઘુભાઈ બ.નં.૧૧૬૩૨
પો.કો ધર્મેન્દ્રકુમાર ડાહ્યાભાઈ બ.નં.૬૪૬૪
વુ.પો.કો સેજલબેન કનૈયાલાલ બ.નં.૫૧૨૬