અમદાવાદ
કોંગ્રેસની ગઈકાલે સીઈસીની બેઠક મળી હતી જેને લઈને અત્યારે હાલમાં કોંગ્રેસે ગુરુવારે આજે લોકસભા ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી. તેમાં 7 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના 57 ઉમેદવારોના નામ છે. બહેરામપુરથી અધીર રંજન, નાંદેડથી વસંત રાવ, ચૂંટણી લડશે. કોંગ્રેસેઅત્યાર સુધીમાં 139 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાતના 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં કોંગ્રેસે પાટણથી ચંદનજી ઠાકોર, સાબરકાંઠાથી તુષારચૌધરી, ગાંધીનગરથી સોનલ પટેલ, અમરેલીથી જેની ઠુમ્મર,જામનગરથી જે.પી. મારવિયા,ખેડાથી કાળુસિંહ ડાભી,પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ,છોટાઉદેપુરથી સુખરામ રાઠવા,દાહોદથી ડો. પ્રભા તાવિયાડ અને સુરતથી નિલેશ કુંભાણીના નામની જાહેરાત કરી છે. જો કે, કોંગ્રેસ દ્વારા તુષાર ચૌધરીને આ વખતે રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે હજુ સાત ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. આ પહેલા કોંગ્રેસે 12મી તારીખે ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાં અમદાવાદ પૂર્વ બેઠક સહિત હજુ નવ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી હીમતસિંહ પટેલને લોકસભાની ટિકિટ મળે તેવી પૂરી શક્યતા છે, પરંતુ હિંમતસિંહ પટેલને અમદાવાદ શહેર પ્રમુખ નો હવાલો હમણાં તાજેતરમાં જ સોંપવામાં આવ્યો છે તેને લઈને પણ હિંમતસિંહ અગાઉ ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત પણ કરી હતી પરંતુ હવે રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચી છે, બીજી તરફ હિમાંશુ પટેલે અમદાવાદ પૂર્વમાંથી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે ત્યારે હિંમતસિંહ પટેલ લોકસભાની ચૂંટણી લડે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. કારણ કે કોંગ્રેસ માટે હવે નવો ઉમેદવાર શોધવો ઘણું મુશ્કેલ છે.
● 03 – પાટણ
શ્રી ચંદનજી ઠાકોર
શૈક્ષણિક લાયકાત : 10 પાસ
ઉમર: 52
રાજકીય હોદ્દો:
પૂર્વ ધારાસભ્યશ્રી સિધ્ધપુર
●05 – સાબરકાંઠા
ડૉ. તુષારભાઈ ચૌધરી
શૈક્ષણિક લાયકાત :એમ.બી.બી.એસ.
ઉમર: 59
રાજકીય હોદ્દો:
ધારાસભ્યશ્રી, વ્યારા ખેડબ્રહ્મા
સાંસદશ્રી, લોકસભા 14મી – 15મી
પૂર્વ કેન્દ્રીયમંત્રી, ભારત સરકાર”
●17 – ખેડા
શ્રી કાળુસિંહ ડાભી
શૈક્ષણિક લાયકાત : જુની એસ.એસ.સી.
ઉમર: 66
રાજકીય હોદ્દો:
પૂર્વ ધારાસભ્યશ્રી,
કપડવંજ
●18 – પંચમહાલ
શ્રી ગુલાબસિંહ સોમસિંહ ચૌહાણ
શૈક્ષણિક લાયકાત : બી.કોમ.
ઉમર: 63
રાજકીય હોદ્દો:
ધારાસભ્યશ્રી, લુણાવાડા
ચેરમેનશ્રી, મહિસાગર જીલ્લા પંચાયત”
●19 – દાહોદ (એસ.ટી.)
ડૉ. પ્રભાબેન તાવિયાડ
શૈક્ષણિક લાયકાત: એમબીબીએસ.
રાજકીય હોદ્દો:
સાંસદ સભ્ય (2009-2014)
પૂર્વ ઉપપ્રમુખશ્રી, ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસ
સચિવશ્રી, એ.આઈ.સી.સી.”
● 24 – સુરત
શ્રી નિલેશભાઈ મનસુખભાઈ કુંભાણી
શૈક્ષણિક લાયકાત: એસ.વાય.બી.એ.
ઉમર: 45
રાજકીય હોદ્દો:
પૂર્વ કાઉન્સીલરશ્રી,
સુરત કોર્પોરેશન
●14 – અમરેલી
શ્રીમતિ જેનીબેન ઠુંમર
શૈક્ષણિક લાયકાત: M.B.A. (લંડન),
ડિપ્લોમાં ઈન કોમ્પ્યુટર સાયન્સ (એન્જીનીયર)
ઉમર: 45
રાજકીય હોદ્દો:
“પ્રમુખશ્રી, પ્રદેશ મહિલા કોંગ્રેસ
પ્રમુખશ્રી, અમરેલી જીલ્લા મહિલા કોંગ્રેસ
મહામંત્રી, પ્રદેશ યુવક કોંગ્રેસ”
● 16 – આણંદ
શ્રી અમિતભાઈ અજીતસિંહ ચાવડા
શૈક્ષણિક લાયકાત : કેમીકલ એન્જીનીયર
ઉમર: 48
રાજકીય હોદ્દો:
નેતાશ્રી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ
ધારાસભ્યશ્રી ચાર ટર્મ,
પૂર્વ પ્રમુખશ્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
શ્રેષ્ઠ યુવા ધારાસભ્ય પુરસ્કાર વિજેતા”
પૂર્વ આણંદ જીલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખશ્રી .
● ૮ ગાંધીનગર
શ્રી સોનલબેન પટેલ
વ્યવસાય:આર્કિટેક્ટ
રાજકીય હોદ્દો:
પૂર્વ મહિલા કોંગ્રેસ પ્રમુખ,
મંત્રીશ્રી, એ આઈ સી સી
●૧૨ જામનગર
જે પી મારવીયા
કોંગ્રેસ પક્ષનો યુવા પાટીદાર ચેહરો.
રાજકીય હોદ્દા
જામનગર જિલ્લા પંચાયત સભ્ય
● ૨૧ છોટા ઉદેપુર
શ્રી સુખરામ રાઠવા
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા, આદિવાસી ચેહરો.
રાજકીય હોદ્દો.
પૂર્વ ધારાસભ્ય,
પૂર્વ વિપક્ષ નેતા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ.