
અમદાવાદ
ક્ષય રોગના જીવાણુંની શોધ રોબર્ટ કોકસ નામના વૈજ્ઞાનિક ૨૪ માર્ચ ૧૮૮૨ના દિવસે કરી હતી.જે સંદર્ભમાં ૨૪ માર્ચને વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વ ક્ષય દિનની ઉજવણીના ભાગ રૂપે તારીખ ૨૧/૦૩/૨૦૨૪ ના રોજ આરોગ્યભવન,ગીતામંદિર ખાતે અમદાવાદ મેડીકલ એસોસિએશન(AMA) દ્વારા દર્દીઓને પોષણ કીટ વિતરણનુ આયોજન કરેલ હતું.
આ પ્રોગ્રામમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર (હેલ્થ) શ્રી રમેશ મેરજા સાહેબ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલ હતા.આ ઉપરાંત ડો.ભાવિન સોલંકી ( આરોગ્ય અધિકારીશ્રી ), ડો.ભાવિન જોશી ( અધિક આરોગ્ય અધિકારીશ્રી ),ડો.તેજસ શાહ (સિટી ટીબી ઓફિસર શ્રી ), ડો.એસ.કે. પટેલ (જીલ્લા ટીબી ઓફિસર શ્રી) ઉપસ્થિત રહેલ હતા.
પ્રોગ્રામ અંતર્ગત AMA પ્રેસીડેન્ટ શ્રી ડો.તુષાર પટેલ, AMA સેક્રેટરી શ્રી ઉર્વીશ શાહ, IMA વાઈઝ પ્રેસીડેન્ટ શ્રી દિલીપ ગઢવી, AMA એક્ઝિક્યુટિવ સભ્ય શ્રી અર્પિત પ્રજાપતિ હાજર રહેલ હતા. AMA દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૫૨૫ ટીબીના દર્દીઓને માનનીય પ્રધાનમંત્રીશ્રી ટીબી મુક્ત ભારત અભિયાન પ્રોગ્રામ અંતર્ગત દતક લીધેલ હતા. આ દર્દીઓને AMA દ્વારા ૬ માસ માટે પોષણ કીટ આપવા માટે જાહેરાત કરેલ છે.પ્રોગ્રામ અંતર્ગત બહેરામપુરા અને જમાલપુર ટીબી યુનિટના ૫૦ જેટલા દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવેલ હતું.