
અમદાવાદ
ગઈ કાલ તા.૨૧/૦૩/૨૦૨૪ ના રોજ એમ ડિવિઝન ટ્રાફીક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા કલાક પોણા દસ વાગ્યાના સુમારે ન્યુ વાસણા જી.બી.શાહ કોલેજની ગલીમા વાસણા જાહેર રોડ ઉપર એક ટુ-વ્હીલર નંબર GJ-01-UB-0145ના ચાલક રોનકભાઇ પ્રકાશભાઇ શાહ ઉ.વ:૩૭ ધંધો;નોકરી રહે:૧૦૨ દેવાસ ફ્લેટ પ્રીતમ નગર અખાડાની સામે દેવ તીર્થ ફ્લેટની બાજુમા પાલડી અમદાવાદ, પોતાના કબ્જાના ઉપરોક્ત ટુ-વ્હીલર ની પાછળ તેમના પત્ની ઋષીતાબેન વા/ઓફ રોનકભાઇ શાહ ઉ.વ:૩૪ રહે;સદર અને તેમના બે દિકરા ક્રુત સ/ઓફ રોનકભાઇ શાહ ઉ.વ:૦૨ તથા પ્રત સ/ઓફ રોનકભાઇ શાહ ઉ.વ:૦૮ને બેસાડીને જતા હતા તે વખતે એક ફોરવ્હીલ કાર નંબર GJ-13-AR-6534 ના ચાલક વિજયભાઇ અંબારામભાઇ અણીયાળીયા ઉ.વ:૩૭ ધંધો-નોકરી રહે-૧૭/૧૪૯ હોલો બ્લોક એલીસબ્રીજ પોલીસ લાઇન એલીસબ્રીજ અમદાવાદ પોતાના કબ્જાની ફોરવ્હીલ કાર પુર ઝડપે તથા બેદરકારી ભરી રીતે ચલાવી લાવી ઉપરોક્ત ટુ-વ્હીલ સાથે અથડાવતા ટુ-વ્હીલર ચાલક રોનકભાઇને હાથના ભાગે તથા જમણા પગના ઢીંચણના ભાગે ગંભીર ઇજા તથા આંખના ભાગે ઇજા થયેલ અને તેમના પત્ની ઋષીતાબેનને ડાબી આંખના ભાગે તથા જમણા જાંધ ના ભાગે ઇજાઓ થયેલ અને તેમના દિકરા ક્રુત ને જમણા ગાલના ભાગે તથા પગના ભાગે ગંભીર ઇજાઓ થયેલ અને તેમના બીજા દિકરા ને હાથના અને પગના ભાગે ઇજાઓ થયેલ અને તેમના ટુ-વ્હીલર ને પણ નુકશાન થયેલ ત્યારબાદ ઇજાપામનાર ટુ-વ્હીલર ઉપર સવાર તમામને સારવાર માટે ૧૦૮ મારફતે એસ.વી.પી હોસ્પીટલ ખાતે લઈ ગયેલ અને તે અકસ્માત કરનાર ઉપરોક્ત ફોરવ્હીલ કાર નંબર GJ-13-AR-6534 ના ચાલક વિજયભાઇ અંબારામભાઇ અણીયાળીયા ઉ.વ:૩૭ને તાત્કાલીક પકડી આજરોજ તા:૨૨/૦૩/૨૦૨૪ ના કલાક:૦૪/૧૦ વાગે અટક કરેલ છે અને પોતે સોલા પોલીસ સ્ટેશન ખાતે અનાર્મ પોલીસ કોન્સટેબલ તરીકે નોકરી કરતા હોવાનું તપાસ દરમ્યાન જાણવા મળેલ છે અને આગળની વધુ તપાસ અમોએ સંભાળી તપાસ તજવીજ ચાલુ છે.