ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ્રુ ઈન્ડસ્ટ્રી દ્વારા GCCI એન્યુઅલ મેમ્બર્સ મીટ -2024 સ્નેહમિલનનું સુપ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસની હાજરીમાં આયોજન

Spread the love

અમદાવાદ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ્રુ ઈન્ડસ્ટ્રી દ્વારા GCCI એન્યુઅલ મેમ્બર્સ મીટ -2024 સ્નેહમિલનનું સુપ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસની હાજરીમાં આયોજન કરવામાં આવ્યું હતું.GCCI દ્વારા તા: 22 માર્ચ, 2024 ના રોજ કર્ણાવતી ક્લબ, અમદાવાદ ખાતે GCCI એન્યુઅલ મેમ્બર્સ મીટ -2024નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સુપ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર શ્રી ગૌર ગોપાલ દાસ, વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આજના સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં GCCIના સભ્યો, કારોબારી સમિતિના સભ્યો, GCCIના પૂર્વ પ્રમુખશ્રીઓ, રિજનલ ચેમ્બર અને એસોસિએશનના પ્રતિનિધિઓ, પ્રેસ અને મીડિયાના સભ્યો અને અન્ય આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત GCCIના માનદ મંત્રી, શ્રી અપૂર્વ શાહના સ્વાગત પ્રવચન સાથે કરવામાં આવી હતી.GCCI ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સંદીપ એન્જિનિયરે GCCI માં કરવામાં આવતી વિવિધ કમિટીઓની પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરી હતી. તેમણે માનનીય વડાપ્રધાન, શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતને $5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનવા તરફ પ્રેરિત કરવા માટે નિર્ધારિત દૂરંદેશી લક્ષ્ય વિષે પણ વાત કરી હતી. વધુમાં તેઓએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ભારતના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વેપાર તથા ઉદ્યોગ માટેના હકારાત્મક અભિગમની પ્રશંસા કરી હતી.

GCCIના પ્રમુખ અજયભાઈ પટેલે તેમના સંબોધનમાં સભ્યોના સહયોગ અને સહભાગિતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સભ્યોના નેટવર્કિંગના મહત્વ પર ભાર મૂક્યો હતો અને સભ્યોની વાર્ષિક સ્નેહમિલન પાછળનો હેતુ સમજાવ્યો હતો, જેમાં વેપાર અને ઉદ્યોગ જગતના સહયોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.સભ્યોની એન્યુલ મીટમાં તેમના જ્ઞાનપૂર્ણ સંબોધનમાં, શ્રી ગૌર ગોપાલ દાસજીએ સકારાત્મક અને હેતુપૂર્ણ જીવન જીવવા અંગેની તેમની ગહન આંતરદૃષ્ટિથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમણે જે મુખ્ય વિષયો પર ભાર મૂક્યો તેમાંની એક ગ્રાસરુટ લેવલ થી કામ કરવા અંગે ના મહત્વ હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સાચી શ્રેષ્ઠતા સતત સ્વ-સુધારણા માટેની પ્રતિબદ્ધતામાંથી ઉદ્ભવે છે. આ વિચારની હિમાયત કરે છે કે વાસ્તવિક સફળતા વ્યક્તિગત વિકાસના નક્કર પાયા પર બનેલી છે. વધુમાં, તેમણે જીવનમાં સરળતા અને હેતુના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે આધુનિક જીવનની જટિલતાઓ વચ્ચે, જીવનના પડકારોમાંથી અસરકારક રીતે નેવિગેટ કરવા માટે સરળતાને સ્વીકારવી અને સ્પષ્ટ હેતુ પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે. સહભાગીઓને સાદગી અને હેતુને પ્રાધાન્ય આપવા માટે પ્રોત્સાહિત કરીને, તેમણે પરિપૂર્ણ અને અર્થપૂર્ણ જીવન કેવી રીતે જીવવું તે અંગે એક પરિપ્રેક્ષ્ય પ્રદાન કર્યું હતું. વધુમાં, તેમણે સાચા સંબંધો બાંધવા અને એકતા સાથે કામ કરવાના મૂલ્ય પર પ્રકાશ પાડ્યો હતો.GCCI ના ઉપપ્રમુખ, શ્રી મિહિર પટેલ દ્વારા આભાર વિધિ સાથે વાર્ષિક સભ્ય સ્નેહમિલનનું સમાપન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com