સુરતમાં ખોખલી માતાનું મંદિર, બધી સમસ્યાનું સમાધાન કરે છે માતાજી, બસ સમસ્યા પ્રમાણે વસ્તુ ધરવી પડે છે,..વાંચો..

Spread the love

ગુજરાતમાં ગાંઠિયા સૌથી લોકપ્રિય નાસ્તામાનો એક નાસ્તો છે પરંતુ ઘણા લોકોને ખબર ના હશે કે ગાંઠીયા માતાજીના મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. સુરતના પાર્લે પોઇન્ટ અને કાપોદ્રા વિસ્તારમાં ખોખલી માતાનું મંદિર આવેલ છે. વર્ષો જુના આ મંદિરમાં માન્યતા છે કે જે લોકોને ઉધરસ કે કફની તકલીફ હોય અને અહીં મંદિરમાં આવીને માનતા માને તો તેમની આ તકલીફ દૂર થઈ જાય છે અને લોકો અહીં માનતા પૂર્ણ થયા બાદ માતાજી ને પ્રસાદ રૂપે ગાંઠિયા અર્પણ કરે છે.દેશ વિદેશ થી લોકો અહીં બાધા પૂરી કરવા આવે છે અને બાધા પુરી થતા અહીં માતાજીને ગાંઠિયા ચઢાવવામાં આવે છે.

સુરતમાં ઘણા એવા માતાજીના મંદિરો છે જેનું પોતાનું આગવું એક મહત્વ છે. આવું જ એક મંદિર ખોખલી માતાનું છે. પાર્લે પોઇન્ટ અંબિકા નિકેતન પાસે જ ખોખલી માતાનું મંદિર છે જે 100 વર્ષ કરતા પણ વધુ જૂનું મંદિર છે. લોકો અહીં ખાંસીની બાધા રાખે છે.આ મંદિર ખૂબ જૂનું મંદિર છે. લોકવાયકા પ્રમાણે આ મંદિર પાસે પહેલા એક કૂવો હતો. જે લોકોને કોઈ બીમારી કે ખાંસી થાય તેઓને આ કુવાનું પાણી પીવડાવવામાં આવતું હતું. પાણી પીવાથી લોકોની ખાંસી સારી થઈ જતી હતી. પહેલા અહીં માત્ર નાનકડી ડેરી જેવું મંદિર હતું.તો બીજી તરફ સુરતના કાપોદ્રા વિસ્તારના સાગર સોસાયટીમાં આ માતાજી વર્ષોથી પ્રગટ થયા છે. અને છેલ્લા પંદર વર્ષ કરતાં વધારે સમયથી આ મંદિર અહીં સ્થિત છે. માતાજીને પણ સાગર સોસાયટીમાંથી બાજુમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.

હાલ અહીં કૂવો નથી પંરતુ માતાજીની લોકો બાધા રાખે છે. માતાજીની તેઓની બાધા પુરી કરે છે. લોકો બાધા પુરી થતા અહીં ગાંઠિયા ચઢાવે છે. દેશ વિદેશ થી ગુજરાતીઓ ખોખલી માતાજીની બાધા રાખે છે. તેઓની બાધા પુરી થતા અહીં બાધા પુરી કરવા પણ આવે છે.લોકોની માન્યતા છે કે આવા કપરા સમયમાં પણ માતાજી આશીર્વાદ આપી તેમની ઉધરસની સમસ્યા દૂર કરી હતી.ઉધરસ થઈ હોય તો દવા કરવાની સાથે સાથે લોકો માનતા પણ રાખે છે,પરંતુ શ્રદ્ધા એ અંધશ્રદ્ધા ન બને તે માટે તેઓ દવા ચાલુ રાખે છે, પણ લોકોનું કહેવું છે કે માનતા રાખવાના બીજા જ દિવસથી ઉધરસમાં ખુબ ફરક પડે છે. લોકોની વર્ષો જૂની બીમારી પણ ખોખલી માતાના આશીર્વાદથી પૂર્ણ થાય છે.

રવિવારે અને મંગળવારે તો ભક્તોની ભીડ ઉમટી પડે છે અને મંદિર પરિસરમાં જગ્યા પણ હોતી નથી.અહીં ભક્તોએ 10 રૂપિયાના ગાંઠિયા ચડાવવાની માનતા રાખી હોય તો 20 રૂપિયાના ગાંઠિયા ધરાવી માનતા પુરી કરવી પડે છે અને 100 ગ્રામની રાખી હોય તો 200 ગ્રામ લાવવા પડે છે. પ્રસાદમાં ધરેલા ગાંઠીયા મંદિરના પરિસરમાં જ પૂર્ણ કરી દેવામાં આવે છે. તેને મંદિરમાંથી બહાર લઈ જવામાં આવતા નથી.આમ તો ખોખલી માતાના મંદિર ઘણી જગ્યાએ છે પરંતુ સુરતમાં અહીં માતાજી સ્વયં પ્રકટ થયા છે.

માતાજીના ભક્તો અહીં આવીને માતાજીની આરાધના કરે છે, દુર દુર થી ભક્તો અહીં આવીને ખોખલી માતાના દર્શન કરે છે અને આશીર્વાદ મેળવે છે. ઉધરસ સિવાય પણ, હાથ કે પગના દુખાવાની, લગનમાં વિલંબ થતા હોય કે અડચણો આવતા હોય તો માતાજીની માનતા રાખે છે.આ સાથે જ ગુમડા થવા, ખંજવાળ આવવી, હાથ-પગના દુખાવવા, સગાઈ ન થવી આવા અનેક પ્રકારની સમસ્યાઓની અહીં માનતા માને છે અને ખોખલી માતા દરેક ભક્તની સમસ્યાને દૂર પણ કરે છે.ગુમડા થાય તો ગોળ, કોઈને કમળો થયો હોય તો ડાળિયા, આ ઉપરાંત કોઈની સગાઈ ન થતી હોય, તો તેઓ માતાજીને સાડી પણ અર્પણ કરે છે.ખંજવાળ આવતી હોય, તો માતાજીને મીઠું ધરવામાં આવે છે. આવી અનેક પ્રકારની માનતાઓ અહીં કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com