પ્રજાના પરસેવાના કરોડો રૂા વેડફાયા તેના માટે જવાબદારો સામે પગલાં ક્યારે ભરાશે?
અમદાવાદ
કેન્દ્રની કોંગ્રેસની આગેવાની હેઠળની તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા અમદાવાદ શહેર તથા તેની આસપાસના ગ્રોથ સેન્ટરોમાં વિવિધ ઈન્ફસ્ટ્રકચરના કામો કરવા માટે જે.એન.એન.યુ.આર.એમ. યોજના અંતર્ગત કરોડો રૂા.ની ગ્રાન્ટ આપેલ હતી પરંતુ ભાજપના સત્તાધીશોની અણઆવડત અને બેદરકારીને કારણે કરોડો રૂા.ના ખર્ચે બનાવેલા ઈન્ફાસ્ટ્રકચર બંધ હાલતમાં પડેલા છે જે.એન.એન.યુ.આર.એમ. યોજના અંતર્ગત સને ૨૦૦૯-૧૦માં અમદાવાદ મ્યુન.કોર્પો. અને ઔડાને કરોડો રૂા.ની ગ્રાન્ટ વિવિધ ઈન્ફ્રાસ્ટ્રકચરના કામો કરવા માટે આપવામાં આવેલ હતી આ ગ્રાન્ટમાંથી અમદાવાદ શહેરને અડીને આવેલા ગ્રોથ સેન્ટર એવા સાણંદના તેલાવ ખાતે ઉભો કરવામાં આવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધૂળ ખાઈ રહયો છે. પણ હવે ઔડા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, તેલાવ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની માલીકી તેઓની નથી આ પ્લાન્ટ અમદાવાદ મ્યુ.કોર્પો.દ્વારા બનાવવામાં આવેલ હતો તે કામ પૂર્ણ થયાને ૧૦ વર્ષથી વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થયેલ નથી અમદાવાદ મ્યુ.કોર્પોના અધિકારીઓએ એ જાહેરાત કરવી જોઈએ કે, આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યા બાદ ઔડાને કબજો સોંપાયો છે કે નહી, કેન્દ્ર સરકારે સને ૨૦૦૯-૧૦માં સાણંદ નગરપાલિકાને વિવિધ ઈન્ફ્રાસ્ટ્રકચરના કામો કરવા માટે કરોડો રૂા.ની ગ્રાન્ટ ફાળવેલ હતી જે પૈકી એસ.ટી.પી. પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પંપીગ સ્ટેશનો અને ડ્રેનેજ નેટવર્કના કામો કરવા માટે ૧૦૦ કરોડથી વધુ રકમની ગ્રાન્ટ ફાળવેલ હતી પછી સાણંદનો ગ્રોથ સેન્ટર તરીકે વિકાસ કરવાની જવાબદારી ઔડાની હતી જેથી કેન્દ્ર સરકારે ઔડાને ગ્રાન્ટ ફાળવેલ હતી પણ ઔડાએ સાણંદમાં ઇન્ફસ્ટ્રકચરના કામો કરવા માટે અમદાવાદ મ્યુ.કોર્પો.ને જવાબદારી આપી હતી અમદાવાદ મ્યુ.કોર્પો.દ્વારા રૂા. ૨૦.૦૦ કરોડથી પણ વધુ રકમના ખર્ચે સાણંદના તેલાવ ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું કામ આપેલ હતું પણ આજ દિન સુધી આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થયેલ નથી સાણંદ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ પ્લાન્ટનું કામ અધરું છે તેમ કહીને કબજો લેવામાં આવતો નથી ઔડા દ્વારા કહેવામાં આવે છે કે, આ પ્લાન્ટ સાથે અમારે કોઇ લેવા દેવા નથી.હાલમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની આસપાસમાં મોટા પ્રમાણમાં ઝાડી-ઝાંખરા ઉભા થઈ ગયાં છે આ પ્લાન્ટ ખંડેર હાલતમાં ધૂળ ખાઈ રહયો છે. આ પ્લાન્ટ કાર્યરત કરવા બાબતે સાણંદ નગરપાલિકા, ઔડા અને અમદાવાદ મ્યુ.કોર્પો.ના અધિકારીઓ એક બીજાને ખો આપી રહયાં છે તો અહીં સવાલ એ ઉભો થાય છે કે, કેન્દ્ર સરકારે કરોડો રૂા.આપ્યા બાદ પણ જો અમદાવાદ મ્યુ.કોર્પોરેશન દ્વારા તેલાવ ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવીને તે કાર્યરત કરી શકી નથી તો પ્રજાના પરસેવાના કરોડો રૂા વેડફાયા તેના માટે જવાબદારો સામે પગલાં ક્યારે ભરાશે? આ સમગ્ર પ્રકરણમાં વિજીલન્સ ડીર્પા.દ્વારા પુરતી તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.