છોટાઉદેપુરમાં બુટલેગરનું જાહેર સન્માન કરતા ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન, ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ, મધ્ય ગુજરાતના પ્રભારી ગોરધન ઝડફીયા : ડૉ. મનિષ દોશી

Spread the love

ભાજપાની ચૂંટણી જીતવા માટે અસામાજીક તત્વો અને બુટલેગરોની સાંઠગાંઠ અને ભાજપાની ચંદા દો, જામીન લો, હપ્તા દો, સન્માન મેળવો, જેલમુક્ત થઈ જાવની નિતી રીતી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી

 

અમદાવાદ

છોટાઉદેપુરમાં બુટલેગરનું જાહેર સન્માન ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન, ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ, મધ્ય ગુજરાતના પ્રભારી ગોરધન ઝડફીયા દ્વારા થાય તે ભારે કમનસીબ ઘટના સાથે ભાજપાની ચૂંટણી જીતવા માટે અસામાજીક તત્વો અને બુટલેગરોની સાંઠગાંઠ અને ભાજપાની ચંદા દો, જામીન લો, હપ્તા દો, સન્માન મેળવો, જેલમુક્ત થઈ જાવની નિતી રીતી પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુરમાં તા. ૨૩/૦૩/૨૦૨૪ના રોજ ભાજપના નવા કમલમ મકાનની જમીન ઉપર કાર્યક્રમમાં આંતર રાજ્ય બુટલેગર તરીકે કુખ્યાત ગુન્હેગાર ભગવતી પ્રસાદ ઉર્ફે પિન્ટુ જયસ્વાલનું પુષ્પ ગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું. આ એ ગુન્હેગાર છે કે જેઓની સામે છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારમાં આવતા જીલ્લાઓ અને તાલુકાઓના પોલીસ સ્ટેશનોમાં વિસ્તારમાં અંગ્રેજી દારૂનો કારોબાર ચલાવવા સામેના ક્વાંટ, કરાલી, છોટા ઉદેપુર, પાનવડ, સાગટાળા, મોરવા, ડભોઈ અને તિલકવાડા પોલીસ સ્ટેશનમાં આઠ ગુન્હાઓ નોંધાયેલા છે. આ ગુન્હેગારનું સન્માન જ્યારે ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રીએ કર્યું ત્યારે “એ પણ જાહેરાત કરવામાં આવી હતી કે ભાજપા નું કમલમ બની રહ્યું છે તેની જમીન પણ આ બુટલેગરે આપી છે.” અમોને એ પણ માહિતી મળી છે કે આ બુટલેગરને છોટાઉદેપુર ની બાહોશ પોલીસે વર્ષ ૨૦૨૨માં ધરપકડ કરી હતી અને જેલમાં નાખ્યો હતો. પરંતુ તેના થોડાક જ સમયમાં પોલીસ ઉપર એસીબી એટલે કે ભ્રષ્ટાચાર વિરોધી શાખાના દરોડા પાડયા હતા. આ સમગ્ર બાબત અને ઘટનાક્રમ ભાજપા અને આવા અસામાજિક તત્વો સાથેની સાંઠ ગાંઠ ઉપર શંકાઓ ઉભી કરે છે. જેની તપાસ કરીને છોટાઉદેપુર પોલીસ દ્વારા લોકોને આવા અસામાજિક તત્વો અને ભાજપાની સાંઠ ગાંઠ સામે સુરક્ષાની ખાતરી કરાવવી જોઇએ. શું આ કુખ્યાત બુટલેગર જામીન મુક્ત છે અને છોટાઉદેપુર અને ગુજરાતમાં પ્રવેશ અંગે છુટ ધરાવે છે? શું છોટાઉદેપુર માં ભાજપા ભરતી મેળાના નામે કેટલાક લોકોને જોડવામાં આવ્યા હતા તે આ આ બુટલેગરની ધાકધમકીથી કરવામાં આવેલ છે? આ આંતર રાજ્ય બુટલેગરે ભાજપાને કમલમ બનાવવા માટે જમીન આપી છે તે છોટાઉદેપુર અને ગુજરાતમાં ગાંજો, અફીણ જેવા નશીલા દ્રવ્યો અને દારૂ ઘુસાડવામાં સરકારી સહકાર મેળવવાના બદલે શું આ કિંમત ચૂકવી છે ? શું આ પ્રકારે ગુન્હેગારો, બુટલેગરો, અસામાજીક તત્વો અને ખનીજ ખાણ માફીયાઓ, જમીન માફીયાઓ, કૌભાંડીઓના યોગદાન-હપ્તાના નાણાંથી આલીશાન કમલમ ઉભા કરવામાં આવી રહ્યાં છે ? શું છોટાઉદેપુર લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર માત્ર નામના જ છે અને ખરેખર તેની પાછળ ઉભા રહીને આવા ગુન્હેગારો ચુંટણી લડી રહ્યા છે?

છોટાઉદેપુર અને ગુજરાતની જનતાને માહિતગાર કરાવવી પોલીસ અને તંત્ર ની જવાબદારી છે ત્યારે ભારતીય ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસ પક્ષમાંની માંગણી છે કે આ આંતર રાજ્ય ગુન્હેગાર એવા પિન્ટુ જયસ્વાલને ભાજપાના મંચ ઉપર આમંત્રિત કરી સન્માન કરનાર અને મંચ ઉપર હાજર રહેનાર છોટાઉદેપુર ભાજપાના નેતાઓના દારૂની હેરાફેરી અંગે શું સબંધો રહ્યા છે તેની તપાસ થવી જોઈએ. આ બુટલેગરે ભાજપાના કમલમ માટે આપેલી જમીન અને તેની સામેના પોલીસ કેસો સાથે શું સંબંધ છે તેની તપાસ કરાવવામાં આવે અને આ જમીન ઉપર કમલમ બનાવવા માટેની મંજૂરી રદ કરવામાં આવે. ભારતીય ચૂંટણી પંચ ન્યાયીક માંગણીઓ અંગે ગંભીરતા પૂર્વક ત્વરિત કાર્યવાહી કરે.

ભગવતીપ્રસાદ ઉર્ફે પિન્ટુ દ્વારકાપ્રસાદ જયસ્વાલ ઉ.વ. ૫૮ રહે, અલીરાજપુર, તા.જિ. અલીરાજપુર (MP)

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઈતિહાસ

(૧) કવાંટ પો.સ્ટે. III ૧૮/૧૭ ગુ. નશાબાંધી ધારા ૨૦૧૬ ની કલમ.૬૫(ઈ), ૮૧,મુજબ

(૨) કરાલી પો.સ્ટે. III ૦૩/૧૭ ગુ. નશાબાંધી ધારા ૨૦૧૬ ની કલમ.૬૫(ઈ), ૮૧,મુજબ

(૩) છોટાઉદેપુર III ૧૩૬ /૧૭ ગુજરાત નશાબાંધી ધારા ૨૦૧૭ની કલમ ૬૫ઇ, ૯૮(૨)મુજબ

(૪) પાનવડ થર્ડ ગુ.ર.નં ૧૯/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫ઇ, ૯૮(ર)મુજબ

(૫) સાગટાળા પો.સ્ટે. III ૦૦૩૪/૧૭ ગુજરાત નશાબંધી ધારા ૨૦૧૭ ની કલમ ૬૫ઇ, ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ

(૬) મોરવા પો.સ્ટે. III ૦૩૦૯ /૧૭ ગુજરાત નશાબાંધી ધારા ૨૦૧૭ ની કલમ ૬૫ઇ, ૯૮(૨) મુજબ

(૭) ડભોઇ પો.સ્ટે. III ૧૪૭૯/૧૧ પોહી કલમ ૬૬(૧) (બી) ૬૫ એ ઇ,૧૧૬ (૧) (બી), ૮૧ મુજબ

(૮) તિલકવાડા પો.સ્ટે ૧૮૮/૨૦૧૯ ર પ્રોહી કલમ -૬૫ એ ઈ ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com