GJ-18 શહેરમાં વિકાસ કાર્યો ચાલી રહ્યા છે, ત્યારે વિકાસ થયો પણ અનેક વેપારીઓના ધંધા રોજગારનો વિનાશ થઈ જશે, ગૂજરાતમા જ્યાં પણ અંડરબ્રીજ કે પછી બ્રિજ બન્યા ત્યાં આજુબાજુ નીચે આવેલી દુકાનોનો ખો નીકળી ગયો છે, ત્યારે સેક્ટર 22 ખાતે જે અંડરપાસ નો કામ ચાલુ થવાનું છે, તે જરૂરિયાત ખરી? શું કામ? ચૌહાણ જિલ્લા પંચાયત પછી સેક્ટર 21 તરફ જવા માટે હવે ઘ-૬ સુધી જવું પડે, અને કા પછી અક્ષરધામનો જ માર્ગ પકડીને સેક્ટર 21 સુધી પહોંચાય, ત્યારે આવનારા એપ્રિલ મહિનામાં રસ્તો બંધ કરવાનો હોવાથી એક વર્ષ તો પ્રજાને હેરાન થવું જ પડશે, ભલે સપ્ટેમ્બર મહિનાની મુદત આપી હોય પણ ધીરે ધીરે ધીમી ગતિએ ચાલતા કામથી પ્રજા હેરાન પરેશાન થઈ જશે,
સે-૨૧ ખાતેનું માર્કેટ તૂટી રહ્યું છે, જેમાં સેક્ટર 22 ખાતે અંડરપાસ નું કામ ચાલુ થયા બાદ હવે સેક્ટર 11 ખાતે ગ-માર્ગ ફરીને ઘ-૬ સુધી લાંબા થઈને સેક્ટર 21 ખાતે કોઈ ચીજ વસ્તુ લેવા ત્વરિત દોડીને નહીં આવે, ના ઘુટકે આવશે, ત્યારે સેક્ટર 21 નું ધંધા રોજગારમાં માઠી અસર વર્તાય તો નવાઈ નહીં, બીજી બાજુ મેટ્રોની કામગીરીના કારણે પોલીસ ભવન વાળો રસ્તો પણ બંધ છે, ત્યારે હવે ફક્ત ગ અને જ માર્ગ અક્ષરધામ સુધી લાંબા થવું પડે, ત્યારે પેટ્રોલના ગોટા ઉડાવ્યા કરતા સેક્ટર 21 સુધી જવું લોકો મુનાસીબ નહીં માને, ત્યારે હવે આવનારા દિવસોમાં સેક્ટર 21 ખાતે મંદીનું મોજુ ફરવાની તૈયારીઓ થઈ ગઈ છે, જેથી વૈકલ્પ જે રસ્તા પર કામ પૂર્ણ થયું હોય અથવા થોડું બાકી હોય તો તુરંત પૂર્ણ થયા બાદ જ અહીંથી કામ શરૂ કરવું જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે, ત્યારે વ્યાપારીઓ માટે બનેલા નવા અંડર પાસ એ મંદીના ઓળાં ઉતરે તો નવાઈ નહીં,
બોક્સ
->> જ્યાં જ્યાં અંડર પાસ, બ્રિજો બન્યા ત્યાં જે દુકાનની કિંમત માર્કેટ વેલ્યુ હોય તેના કરતાં અડધી થઈ ગઈ છે, ધંધા, રોજગાર ઠપ થઈ ગયા છે, સેક્ટર 21 ની હાલત પણ હવે નાજુક તબક્કામાં છે, સેક્ટર 22 ખાતે અંડર પાસનું કામ શરૂ થયા બાદ વેપારીઓના ધંધા રોજગાર પર ભારે અસર થશે.