મોટેરા ખાતે EVM વેરહાઉસની મુલાકાત લેતાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.

Spread the love

જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી,શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિક ઇવીએમ સ્ટ્રોંગ રૂમ અને મતદાન મથકની મુલાકાત,મતદાન મથક અને ઇવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતે ચૂંટણી પંચની ગાઇડલાઇનનું પાલન થઈ શકે તે સંદર્ભે ચર્ચા કરાઈ

અમદાવાદ

અમદાવાદ જિલ્લામાં આગામી તા.7મી મે, 2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ સુનિશ્ચિત કરાઈ રહી છે. આ તૈયારીઓના ભાગરૂપે અમદાવાદના મોટેરા સ્થિત EVM વેરહાઉસની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.જિલ્લા કલેકટરશ્રીએ વેરહાઉસની મુલાકાત લઈ ચર્ચા વિચારણા કરી ઉપસ્થિત અધિકારીને યોગ્ય સૂચન આપ્યું હતું. આ ઉપરાંત કેન્દ્રીય ચૂંટણી પંચની ગાઇડલાઈનનું પાલન થાય તેની તકેદારી રાખવા પણ જણાવવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી લોકસભા ચૂંટણી અન્વયે ઉપયોગમાં લેવામાં આવનાર EVM તથા VVPAT મશીનો કે જેનું FLC ( ફર્સ્ટ લેવલ ચેકિંગ) કરાયા બાદ કેન્દ્રીય ચૂંટણીપંચની માલિકીના વેરહાઉસ ખાતે સંગ્રહ કરાય છે. જેમાં અમદાવાદ જિલ્લાના EVM-VVPAT મશીનો શહેરના મોટેરા સ્થિત વેરહાઉસમાં રાખવામાં આવ્યાં છે.આ પ્રસંગે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.

આગામી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. દ્વારા ઇવીએમ સ્ટ્રોંગ રૂમ અને મતદાન મથકની મુલાકાત કરવામાં આવી હતી.મતદાન મથકની મુલાકાતમાં શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક પણ સહભાગી થયા હતા.

જિલ્લા કલેકટર અને શહેર પોલીસ કમિશનર સહિતના મહાનુભાવોએ અમદાવાદ પૂર્વ લોકસભાના બાપુનગર વિધાનસભાના મતદાન મથક અને ઇવીએમ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત BSNL IDC ડેટા સેન્ટરની પણ મુલાકાત કરવામાં આવી હતી.મતદાન મથક અને ઇવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતે કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ સૂચનાઓની ચુસ્ત અમલવારી થઈ શકે તે અન્વયે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાને લઈને પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યાં હતાં. સાથે સાથે મતદાનના દિવસે મતદાન મથક પર તમામ વ્યવસ્થાઓ સુનિશ્રિત કરી શકાય તે બાબતે પણ વિચાર-વિમર્શ કરાયો હતો.

જિલ્લા કલેકટરશ્રી તથા શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા ઉપસ્થિત સૌ અધિકારીશ્રીઓને તમામ બાબતોમાં જરૂરી સૂચન કરી યોગ્ય માર્ગદર્શન અપાયું હતું.આ મુલાકાત પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, જોઇન્ટ પોલીસ કમિશનર સેકટર 2 શ્રી બ્રજેશ કુમાર ઝા, ડીસીપી ઝોન 5 શ્રી બળદેવ દેસાઈ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠકકર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી નેહા ગુપ્તા તથા સબંધિત વિભાગના અધિકારીઓ અને પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com