રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસને પ્રોત્સાહન આપવાના હેતુસર ટ્રાન્સપોર્ટ વાહનોના કિસ્સામાં નેશનલ પરમીટ, રીન્યુઅલ ઓફ નેશનલ પરમીટ તથા રીન્યુઅલ ઓફ નેશનલ પરમીટ ઓથોરાઇઝેશનની પ્રક્રીયા ફેસલેસ કરવામાં આવી છે એમ વાહન વ્યવહાર કમિશ્નરની કચેરીની યાદીમાં જણાવાયું છે. આ ત્રણેય સેવાઓ લેવા માટે અરજદારે જરૂરી આધાર પુરાવા સાથે parivahan.gov.in પર પરમીટ સંબધી અરજી કરી ઓનલાઇન ફી અને જરૂરી દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. ત્યાર બાદ આરટીઓ કક્ષાએ વેરીફીકેશન થયા બાદ અરજદારે નેશનલ પરમીટ પોર્ટલ પર ફી ભરવાની રહેશે. ત્યારબાદ આરટીઓ કક્ષાએ અરજીનું ફાઇનલ એપ્રુવલ આપવામાં આવશે. ફાઇનલ એપ્રુવલ થયા બાદ વાહન માલિક ઓનલાઇન parivahan.gov.in પરથી પરમીટ/ઓથોરાઇઝેશનની પ્રિન્ટ કાઢી શકાશે એમ વધુમાં જણાવાયું છે.