ગુજરાતનું કહેવાતું પાટનગર એવું ગાંધીનગર વર્ષોથી માંગણીથી છલકાતું નગર બન્યું છે અહીંયા રોજબરોજ રાજ્યમાંથી પોતાના પ્રશ્નો માંગણીઓને લઈને આવતા હોય છે ત્યારે આ નગરના પ્રશ્નો પણ ઓછા નથી, અને માણસો પણ ઓછા નથી, ત્યારે હર હંમેશા માંગણીથી છલકાતું આ નગરમાં કોરોનાવાયરસ બાદ લાગણી જેવું રહ્યું નથી, ત્યારે કોરોના એ લોકોને જીવતા તો શીખવાડી દીધું પણ આપણા કોણ પરાયા કોણ જે અવશાન બાદ નહીં, દુઃખ આવે ત્યારે નહીં, જીવતા જીવ બતાવી દીધું છે, ત્યારે કોરોનામાં હજારોની સંખ્યામાં રાજ્યમાં લોકો મૃત પામ્યા છે ત્યારે ગુજરાતના ગાંધીનગર ના અંતિમધામમાં અમદાવાદ થી લઈને ગાંધીનગર જિલ્લાના મોટાભાગના શહેરો તાલુકાઓમાંથી કોરોનાની જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની બોડીને અંતિમધામ ઇલેક્ટ્રીક મશીનમાં અગ્નિસંસ્કાર કરવામાં છે. ત્યારે આવી 400થી વધારે જેટલી બોડી આ અંતિમધામમાં આવી હતી, તેમાંથી માંડ આટલા લોકોના સ્વજનો 10% અસ્થિ લેવા આવ્યા હતા. ત્યારે માનવતા હવે મરી પરવારી, હિંદુ રીતી નામશેષ થવાના આરે હોવાનું પણ લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે કોરોનાકાળની મહામારી વચ્ચે કોણ આપણું અને કોણ પારકું તેની ઓળખ સૌ કોઈને થઈ ગઈ છે? જે પરિવાર સંબંધોનું મહત્વ શું છે? એની વાતો બાલ્યાવસ્થામાં શીખવવામાં આવી હતી તેનો પરિવાર પણ સંબંધો નું વિસર્જન કરી નાખ્યું છે. પોતાના સ્વજન પોઝિટિવ હોય ત્યારે સ્વજનની અંતિમ વિધિ સુદ્ધાં કરી શક્યા નથી જેના દાખલો રાજ્યભરમાં નોંધાયા છે. જે પરિવારમાં એક-બીજા વગર જમવાનું પણ ગળે ઉતરી શકતું ન હોય એવા બાહ્ય ઢોંગનો કોવિડ-19એ પર્દાફાશ કર્યો છે. હા આ વાત સાચી છે. પ્રેમ, લાગણી, માતા પિતા, ભાઈ-બહેન, પુત્ર-પુત્રી આ બધા સંબંધો નું નિકંદન કોરોનામાં જોવા મળ્યું છે, કોરોના પોઝિટિવ આવ્યાં બાદ સારવાર બાદ મોતને ભેટનાર સ્વજનોને મૃતકના અગ્નિ સંસ્કાર કરવાનો અવસર તો મળ્યો નથી. પણ અંતિમ સંસ્કાર બાદ કેટલાક સ્વજનો મૃતકના અસ્થિ લેવા પણ કોરોનાની બીકને કારણે સ્મશાન ખાતે આવી શક્યા નથી. ગાંધીનગર જિલ્લાની વાત કરવામાં આવે તો અહીં 400 મૃતકોના પૈકી 40 સ્વજનો અસ્થિ લઇ ગયા હતા અને 360 સ્વજનો સ્મશાનમાં શોધેલા જડયા ન હતા ત્યારે સેવાભાવી સંસ્થાઓ અને સ્મશાનનાં કર્મીઓએ માનવતાની મહેક પ્રસરાવી કોઈ કમી રાખી નથી. જ્યારે સ્વજનોના કોરોનાનો ફફડાટને લઈને સંબંધોની અસ્થિ ઉડાડી દીધી છે.
કોરોના પેશન્ટ ના મૃત્યુ બાદ તેમના અગ્નિ સંસ્કાર કર્યા પછી જે અસ્થિ વધે છે. તેમાં કોરોનાના વાયરસ હોતા નથી, તેવી વાત ડોક્ટરો કહી રહ્યા છે છતાં સ્મશાનમાં મોટાભાગના સ્વજનો અસ્થિક લેવા ન ફરકતા ગાંધીનગર સામાજિક સંગઠનોએ નૈતિક ફરજ અદા કરીને અનેક અસ્થિઓનો ધાર્મિક વિધિ પ્રમાણે નિકાલ કર્યો છે. કોરોનાએ સમાજમાં આટલો ભય પેદા કર્યો છે કે લાગણીના સંબંધો પર પણ પૂર્ણ વિરામ મુકાતા, સ્વજનના મોત બાદ તેને પૃથ્વી લોકમાંથી હિન્દુ રીતિ મુજબ મોક્ષ પ્રાપ્ત કરાવવા માટે પવિત્ર નદીઓના કિનારે અસ્થિઓનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે કોરોનાની બીકે આ પ્રથા પણ નામશેષ થઈ છે.