હાઈકોર્ટમાંથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ લગાવવામાં આવેલી અરજી પર તેમને રાહત આપવાની ના પાડી દીધી છે. કોર્ટે આ અરજી રદ કરતા કહ્યું કે, ધરપકડ દરમ્યાન ઈડીને અમુક તથ્ય મળ્યા હશે, જે સુનાવણી દરમ્યાન કોર્ટની સમક્ષ રજૂ કરવા માગતા હશે. આ તથ્ય આ અરજી માટે જરુરી હશે. સવારે હાઈકોર્ટે સીએમ કેજરીવાલ અને ઈડી તરફથી દલીલો સાંભળ્યા બાદ પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો.
ઈડી તરફથી રજૂ થયેલા એએસજે રાજૂએ સીએમને રાહત આપવાનો વિરોધ કર્યો હતો. તેમણે સીએમ તરફથી હાજર થયેલા વકીલોને ફૌઝ પર વાંધો ઉઠાવ્યો હતો. ઈડીનું કહેવું છે કે, ગોવા ઈલેક્શનને ફંડ કરવા માટે સીએમ કેજરીવાલે સાઉથ ગ્રુપને શરાબ નીતિની મદદથી ફાયદો પહોંચાડ્યો. બદલામાં ગોવા ચૂંટણીમાં તેમને ભરપૂર ફંડ મળ્યું. સીએમ કેજરીવાલ તરફથી હાજર થયેલા વકીલ અભિષેક મનું સિંઘવીએ કોર્ટમાં કહ્યું કે, એવું ન થઈ શકે કે, તમે કોઈ દિવસે કહી દો કે અમે તમને ધરપકડ કરવા માગીએ છીએ, કેમ કે અમારી પાસે ધરપકડ કરવાનો અધિકાર છે. તેથી ધરપકડની ઈચ્છા પુરી કરવા માટ અમે તેમની ધરપકડ કરી રહ્યા છે.
સિંઘવીએ કહ્યું કે, પ્રોસિક્યૂશનનો કેસ શરુ થયો ઓગસ્ટ 2022માં અને કેજરીવાલને પહેલું સમન ઓક્ટોબર 2023માં આવ્યું. સહયોગ નહીં કરવાનો તેનો તપાસ એજન્સી હાલમાં જ ખૂબ દુરુપયોગ કરી રહી છે. કેમ કે તમે તમારા વિરુદ્ધ લાગેલા આરોપોનો સ્વીકાર નહીં કરીને તપાસમાં સહયોગ નથી કરી રહ્યા, એટલા માટે તમને ધરપકડ કરી રહ્યા છીએ. શું આ યોગ્ય છે. જો તેઓ મારી ભૂમિકાની તપાસ કરવા માગે છે તો પણ ચૂંટણીના બે મહિના પહેલા ધરપકડ કરવાની શું જરુર પડી. ત્યાં સુધી કે તેમને હજુ મારી (કેજરીવાલની) ભૂમિકાને લઈને સ્પષ્ટતા નથી, શંકા છે. એવું શું છે જે ધરપકડ વિના થઈ શકતું નથી?