પ્લાસ્ટિકની ખુરશી ખરાબ જલદી થઇ જાય છે. ખરાબ ખુરશી પર બેસવાની જલદી ઇચ્છા થતી નથી. ખાસ કરીને પ્લાસ્ટિકની ખુરશી તડકામાં જલદી ખરાબ થઇ જાય છે. આ કારણે કલર ઉડી જાય છે અને સાથે સ્ક્રેચ પણ વધારે પડે છે. આ સમયે આપણે પ્લાસ્ટિકની ખુરશીને ભંગારમાં આપી દઇએ છીએ. પરંતુ આજે અમે તમને એવી કેટલીક ટિપ્સ વિશે જણાવીશું જેની મદદથી તમે જૂની પ્લાસ્ટિકની ખુરશીને નવી ઘરે જ કરી શકો છો.આ માટે તમારે વઘારે મહેનત કરવાની જરૂર નહીં પડે. તો જાણો આ ટિપ્સ વિશે.
પ્લાસ્ટિકની ખુરશીમાંથી કલર જલદી ઉડી જાય છે અને ખરાબ થઇ જાય છે જેના કારણે દેખાવમાં ખરાબ લાગે છે. ખુરશીને નવા જેવી બનાવવા માટે ખુરશીને સ્ક્રબની મદદથી સાફ કરી લો. આ માટે તમે બેકિંગ સોડા અને વિનેગર લો. ત્યારબાદ ગરમ પાણીમાં નાખીને મિક્સ કરો. હવે આ સ્ક્રબની મદદથી ખુરશી સાફ કરી દો.
પ્લાસ્ટિકની ખુરશીનો કલર ઉડી ગયો છે તો તમે તમને ગમતો કલર કરી દો. આ કલરમાં તમને ગમતો કલર કરી શકો છો. તમે 3 થી 4 કલર મિક્સ કરીને પણ કરી શકો છો. આ સાથે તમે કલરની મદદથી કોઇ પિક્ચર પણ ડ્રો કરી શકો છો. આમ કરવાથી જૂની ખુરશી નવા જેવી મસ્ત થઇ જશે.
તમને બજારમાં અનેક પ્રકારના સ્ટિકર મળી રહી છે. આ સ્ટીકરની મદદથી તમે પ્લાસ્ટિકની ખુરશીને નવો લુક આપી શકો છો. તમારું મનગમતુ સ્ટિકર તમને લગાવી શકો છો. આ સ્ટીકરમાં તમે નાના-મોટા અનેક મળી રહે છે.
તમે ખુરશીને નવો લુક આપવા માટે કવર લગાવી શકો છો. કવરમાં તમને અનેક પ્રકારના ઓપ્શન મળી રહે છે. આ કવરમાં તમને જાતજાતની ડિઝાઇન પણ મળે છે. પ્લાસ્ટિકની ખુરશીને બને ત્યાં સુધી તડકામાં મુકશો નહીં. તડકામાં પ્લાસ્ટિક જલદી ખરાબ થઇ જાય છે.