અમદાવાદ
આજે 31 માર્ચે અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPL-2024ની ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝસ હૈદરાબાદ વચ્ચેની મેચમાં બપોરે હૈદરાબાદની ટીમે ટોસ જીતીને બેટિંગ પ્રથમ લીધી છે.ભારે ગરમી વચ્ચે મેચ જોવા માટે ક્રિકેટરસિકો સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. અમદાવાદ સહિત વિવિધ શહેરો અને અન્ય રાજ્યોના શહેરોમાંથી પણ લોકો મેચ જોવા માટે સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂક્યા છે. ક્રિકેટ સ્ટેડિયમમાં પાણીની બોટલ, લાકડી, પ્લાસ્ટિકની પાઇપ, હેન્ડ્સ ફ્રી, એરપોડ, ચાર્જર, પાવર બેંક, બેગ, ખાવાપીવાની ચીજ વસ્તુઓ અથવા મોબાઈલ સિવાયની ઇલેક્ટ્રોનિક કોઈપણ વસ્તુ લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સ્ટેડિયમના ગેટ પરથી જ તમામ લોકોને માત્ર મોબાઇલ અને પર્સ સાથે જ પ્રવેશ આપવામાં આવશે.જો કોઈ વ્યક્તિ સ્ટેડિયમના ગેટથી કોઈ વસ્તુ લઈને અંદર પ્રવેશ કરશે તો સિક્યુરિટી સ્કેનર મશીન પાસે તેને રોકી દેવામાં આવશે. જો કોઈપણ વસ્તુ લઈને ગયા તો સ્કેનર મશીન પાસે તમામ વસ્તુઓ ત્યાં જ મૂકી દેવામાં આવશે. ભૂતકાળમાં પણ હજારો પ્રેક્ષકોના મોંઘા હેન્ડ્સ ફ્રી, એરપોડ અને ગેજેટ ત્યાં બહાર મુકાવી દેવામાં આવ્યા હતા. માત્ર મોબાઇલ અને પર્સ લઈને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે.
હૈદરાબાદ ની ટીમમાં હેડ, મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, માર્કમ ,ક્લાસેન, અબ્દુલ સમદ, સાહબાજ અહેમદ, પેટ કમિંન્સ, ભુવનેશ્વર કુમાર મયંક માર્કંડે, જયદેવ ઉનળકટ જ્યારે ગુજરાત ટાઇટન્સની ટીમમાં સુભમન ગીલ, સહા, ઓમરજાઈ, મિલર, વિજયશંકર, રાહુલ તેવટિયા, રાશીદ ખાન ઉમેશ યાદવ નૂર અહેમદ મોહિત શર્મા દર્શન નો સમાવેશ કરવામાં આવ્યો છે.
હૈદરાબાદે 6 ઓવરમાં 56 રન કરી એક વિકેટ ગુમાવી છે પ્રથમ ઓવરમાં પ્રથમ સીક્સ અભિષેકે મારી હતી. પ્રથમ છ ઓવરના પાવર પ્લેમાં 56 રન હૈદરાબાદની ટીમે બનાવ્યા હતા. હાલમાં અભિષેક અને હેડ 19 રન બનાવી નૂરના બોલિંગમાં બોલ્ડ થયો હતો. હાલમાં 58 રને બે વિકેટ ગુમાવી છે. નવા બેટ્સમેન તરીકે માર્કમ આવ્યો છે.