અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં વર્લ્ડ ઓટીઝમ(Autism) દિવસની ઉજ્જ્વણી કરાશે,૧ લી અને ૨ જી એપ્રિલના રોજ વિવિધ કાર્યક્રમનું આયોજન

Spread the love

અમદાવાદ

દરવર્ષ ની જેમ આ વર્ષે પણ ગર્વ.સ્પાઇન ઇંસ્ટીટ્યુટ અને ગર્વ.ઓક્યુપેશનલ થેરાપી કોલેજ , સિવિલ હોસ્પીટલ ખાતે તારીખ ૦૧/૦૪/૨૦૨૪ અને ૦૨/૦૪/૨૦૨૪ ના રોજ વર્લ્ડ ઓટીઝમ દિવસની ઉજ્જ્વણી કરાશે.ઓટીઝમ એ વિકાસલક્ષી ડિસઓડૅર છે. જે સામાજીક ક્રિયાપ્રતીક્રિયા, સંદેશાવ્યવહાર અને વર્તન ને અસર કરે છે.ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરના લક્ષણો:બાળપણથી જ આંખનો સંપર્ક ટાળવો,સામાજીક સંપર્ક તેમને ગમતો નથી.ઓટીઝમ‌ ધરાવતા બા‌ળકો માટે ઓકયુપેશનલ થેરાપી‌ એ આશીર્વાદ સ્વરૂપ છે. ઓકયુપેશનલ થેરાપી દ્વારા ઓટીઝમ ધરાવતા બાળકોને સેન્સરી ઈન્ટીગ્રેશન થેરાપી તથા વિવિધ પ્રકારની થેરાપી, કાઉન્સિલગ વગેરે ની સારવાર દ્વારા બાળકને તેના ભવિષ્યમાં ઉચ્ચતર સ્થાન આપવામાં આવે છે.

-“ઓટીઝમ” શબ્દ સૌપ્રથમ 1911 માં દેખાયો જ્યારે ડૉક્ટરે ચોક્કસ લક્ષણોનું વર્ણન કરવા માટે તેનો ઉપયોગ કર્યો. 1940ના દાયકામાં, બે ડોકટરો, ડો. લીઓ કેનર અને હેન્સ એસ્પર્જરે અમને ઓટીઝમને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી. ASD વિશે વાત કરવા અને સંશોધનને સમર્થન આપવા માટે દેશોને પ્રોત્સાહિત કરવા માટે કતારમાં સૌપ્રથમ વાર 2007 માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસની સત્તાવાર રીતે સ્થાપના કરવામાં આવી હતી.

– ૨જી એપ્રિલ, 2024 ના રોજ વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસની ઉજવણી માટે ભવ્ય થીમ “રંગ”નું અનાવરણ કરવામાં આવ્યું છે. વર્લ્ડ ઓટીઝમ દિવસ નિમિતે તારીખ ૧ એપ્રિલ ૨૦૨૪ ના કાર્યકમ ના ભાગરૂપે ગર્વ.સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ ખાતે ડો.પિયુષ મિતલ (નિયામક , ગર્વ.સ્પાઇન ઇંસ્ટીટ્યુટ) અને ડો.સંજય કાપડીયા (આર.એમ.ઓ., ગર્વ.સ્પાઇન ઇંસ્ટીટ્યુટ) ના નેત્તૃત્વમાં શ્રૈયા શર્મા ( ઇન્ચાર્જ સિનિયર ઓકયુપેશનલ થેરાપીસ્ટ) અને આભા કોઠારી (ઓકયુપેશનલ થેરાપીસ્ટ) ના માર્ગદર્શન માં આ વર્ષની થીમ મુજબ ઓટીઝમ બાળકો અને સ્ટાફ વચ્ચે હાથોના ભાતચિત્રો દ્વારા ઓટીઝમ વૃક્ષ રંગવાનું પ્રારંભ થશે.અને બાદમાં ઓટીઝમ બાળકો દ્વારા નૃત્ય / ખેલ પ્રવૃત્તિ અને વિદ્યાર્થી દ્વારા બહુમુખી મુકાબલાઓ યોજાશે.

મનોદિવયાંગ કોંગો પ્લેયર શ્રી પાર્થ દેવેશભાઈ બીરજે કે જેને 101 થી વધુ આખા હિન્દી ,ગુજરાતી અને કોરિયન ગીતો પર કોંગો વગાડવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઓટિઝમ ધરાવતા પાર્થ બિરજે આ કાર્યક્રમમા આવી ઑટીઝમ ધરાવતા બાળકો અને તેમના વાલીઓ ને પ્રોત્સાહન માં વધારો કરશે. ડો.પ્રકૃતિ પટેલ (પિડિયાટ્રિક ઓક્યુપેશનલ થેરાપિસ્ટ) અને ડો.સુભાષ આપ્ટે ( સિનિયર ઓકયુપેશનલ થેરાપીસ્ટ) દ્વારા પેરેન્ટ્સને યુ.ડી.આઇ.ડી કાર્ડ વિષે માહિતી પ્રદાન કરશે અને ઓપન પ્રશ્ન-ઉત્તર સત્ર આયોજિત કરાશે.તારીખ ૨ એપ્રિલ ૨૦૨૪ ના રોજ જાણીતા વક્તાઓ દ્વારા ઓટિઝમ ને લગતા વિષયો પર ચર્ચા કરાશે. ઓક્યુપેશનલ થેરાપી કોલેજના વિધાર્થીઓ દ્વારા ઓટીઝમની જાગૃતા માટે નાટક નુ આયોજન કરાયું છે. આ ઉપરાંત ગુજરાત શાખા ઓફ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ સંગઠન દ્વારા એવોર્ડ ફંકશન રાખવા માં આવ્યું હતું,જેમા અલગ અલગ એવોર્ડઓ નું વિતરણ પણ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com