પદભાર સંભાળ્યા બાદ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા શ્રીમતી શરણનું સ્વાગત કરવામાં આવ્યું હતું
નવી દિલ્હી
શ્રીમતી શેફાલી બી. શરણે ગઈકાલે શ્રી મનીષ દેસાઈની સેવાનિવૃત્તિ બાદ આજે પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ, પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. સુશ્રી શરણ ભારતીય માહિતી સેવાના 1990 બેચના અધિકારી છે.ત્રણ દાયકાથી વધુની પોતાની શાનદાર કારકિર્દી દરમિયાન, તેમણે નાણાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય જેવા મંત્રાલયો માટે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના અધિકારી તરીકે મોટાભાગે મીડિયા પ્રચાર કાર્યની દેખરેખ રાખવાનો કેડર પોર્ટફોલિયો સંભાળ્યો છે. તેમણે ભારતના ચૂંટણી પંચના પ્રવક્તા તરીકે પણ સેવા આપી છે.આ ઉપરાંત, તેમણે કેડર પોસ્ટ પર કામ કરવા ઉપરાંત આરોગ્ય મંત્રાલય (પરંપરાગત સિસ્ટમ્સ ઓફ મેડિસિન/આયુષ વિભાગ (2002-2007) અને નાણા મંત્રાલય (આર્થિક બાબતોનો વિભાગ 2013-2017)માં ડિરેક્ટર તરીકે સેન્ટ્રલ સ્ટાફિંગ સ્કીમ ડેપ્યુટેશન પર કામ કર્યું છે. OSD (માહિતી અને પ્રસારણ મંત્રાલયની માહિતી નીતિ, 2000-2002) તેમજ 2007-2008માં LSTV, લોકસભા સચિવાલયમાં વહીવટ અને નાણાં નિયામક તરીકે સેવા આપી છે.પદભાર સંભાળ્યા બાદ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા શ્રીમતી શરણનું સ્વાગત કરવામાં આવ્યું હતું.