ગાંધીનગરના કુડાસણ વૃંદાવન ટ્રેડ સેન્ટર (VTC) નજીક કાર – એક્ટિવામાં દારૃનું છૂટક વેચાણ કરતા બે બુટલેગરોને એલસીબી – 2 ની ટીમે પૂર્વ બાતમીના આધારે ઝડપી પાડી અલગ અલગ વિદેશી દારૃ – બિયરનાં જથ્થા સહિત કુલ રૂ. 5 લાખ 18 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર એલસીબી પીઆઈ એચ પી પરમારની ટીમ ઈન્ફોસિટી વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે, ઉત્સવ રાજેન્દ્ર પટેલ( રહે. જી-304, રેવા સ્કાય લાઈન, અડાલજ,મુળ રહે. ઝાલોદ) તેમજ કાંન્તિલાલ નાથુભાઈ કલાલને (રહે. જી-304, રેવા સ્કાય લાઈન, અડાલજ, મૂળ રહે. ચીખલી, ડુંગરપુર) VTC કોમ્પ્લેક્ષ આગળ સ્વીફ્ટ ગાડીમાં વિદેશીદારૂનો જથ્થો રાખી એક્ટીવા મારફતે અલગ અલગ ગ્રાહકોને છુટક વિદેશીદારૂનુ વેચાણ કરે છે. જે હકીકતનાં આધારે પોલીસે બંને ઈસમોને દબોચી લીધા હતા.
બાદમાં પોલીસે બંન્ને વાહનોની તલાશી લેતાં અંદરથી વિદેશી
દારૃની બોટલો તેમજ બિયરનાં ટીન મળી આવ્યા હતા.
જેઓની પૂછતાંછમાં બંને જણાં દારૂનો જથ્થો રાજસ્થાનથી
લઈ આવી રેવા સ્કાય લાઈન સંતાડી રાખી છૂટક વેચાણ
કરતા હોવાની કબૂલાત કરી હતી. જેનાં પગલે ઉક્ત ફ્લેટમાં
જઈને તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો
તેમજ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જે તમામ
જથ્થાની ગણતરી કરતા 57 હજાર 985 ની કિંમતનો 143
નંગ દારૂ હોવાનું સામે આવ્યું હતું. જે અન્વયે પોલીસે બંનેની
ધરપકડ કરી કાર, એક્ટિવા મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ
મળીને કુલ રૂ. 5.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની
કાર્યવાહી હાથ ધરી છે.