લોકસભા કે કોઈપણ ચુંટણીઓમાં મની મસલ્સ પાવરનુ જોર જાણીતુ છે. તેની વચ્ચે પણ અમુક ઉમેદવારો આર્થિક રીતે સદ્ધર નથી હોતા છતાં સાદગી અને લોકસેવા થકી જ નામ ઉજળુ રાખતા હોય છે.
કેરળમાં એલડીએફના ઉમેદવાર થોમસ ઈશાકનો આવો જ એક કિસ્સો છે. બે વખત નાણાંપ્રધાન તથા ચાર વખત ધારાસભ્ય રહી ચુકેલા થોમસે ફરી ધારાસભા ચુંટણીમાં ઝુકાવ્યુ છે.
તેઓ પાસે ઘર, જમીન કે સોનુ કંઈ નથી પણ સંપતિ 20000 પુસ્તકો તથા ચાર લાખ રૂપિયાની બચત જ છે.
ડાબેરી પક્ષ સીપીએમના સેન્ટ્રલ કમીટીના સભ્ય તથા અર્થશાસ્ત્રી એવા થોમસ ઈશાકે ઉમેદવારીપત્રમાં જાહેર કરેલી સંપતિમાં 20000 પુસ્તકો ગણાવ્યા છે અને તેનું મુલ્ય 9.60 લાખ છે.
તેઓ પાસે મકાન નથી અને નાના ભાઈના ઘરમાં રહે છે. ટ્રેઝરી સેવિંગમાં 6000 તથા પેન્શનર ટ્રેઝરી ખાતામાં 66000, બેંક ખાતામાં 36000, એફડીમાં 1.31 લાખ છે. હાથ પરની રોકડ 10000 છે અને 10000ના શેર છે. તેઓએ પાર્ટી નેતાઓની હાજરીમાં વિધાનસભા બેઠક પરથી ફોર્મ ભર્યુ હતું.