ગાંધીનગરના મોટા ચીલોડામાં હદની વિસ્તારને લઈ એકઠા થયેલ માસીબાઓ વચ્ચે ફિલ્મી ઢબે મારામારી થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ત્યારે ઈજાગ્રસ્તોને ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવતા માસીબાઓની તાળીઓનો અવાજ ગુંજી ઉઠયો હતો. આ અંગે ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદનાં નરોડા દેવી સિનેમાની સામે રહેતા તન્નુદે સુનીતાદે પાવૈયા ઉર્ફે તરૂણ નાથાલાલ ભીલે નોંધાવેલ ફરિયાદ મુજબ ગઇ કાલ તેઓ તાનીયાદે, કેરી ઉર્ફે કરીશ્માદે, તરાનાદે, માસુકાદે તથા બીજા માસીઓ સાથે નરોડાથી રીક્ષા ભાડે કરી મોટા ચિલોડા ખાતે તળાવ પાસે રહેતા ચકુમાસીના ઘરે ગયા હતા.. અને ઘઉંની ચીજ ન હોવાથી ગામડાઓની અંદરથી ઘઉં ઉઘરાવવા બાબતની વાતચીત કરી રહ્યા હતા.
જ્યાં ચકુમાસી તથા તેમના પવૈયા ભરત તથા બીજા માણસો હાજર હતા. હદ વિસ્તાર બાબતે શાંતીથી વાતચીતનો દોર ચાલી રહ્યો હતો. એ દરમ્યાન ચકુમાસી તથા ભરત અને બીજા તેમના પાવૈયાઓએ ભેગા થઈ તેઓની એકદમ ઝગડો કરવા લાગ્યા હતા. અને ભરતે ગેટ બંધ કરી બધાને ધોકા વડે માર મારવાનું શરૂ કર્યું હતું. તેમજ રીક્ષાના કાચ પણ તોડી નાખ્યા હતા.
આ હુમલાથી બચવા માટે તન્નુદે સહિતના માસીબા ભાગ્યા
હતા. ત્યારે તન્નુદે ના ગળામાંથી પોણા તોલાનો સોનાનો દોરો
ભરતે તોડી લીધો હતો. ઉપરાંત મારામારીમાં ભરતે ચાર
તોલા વજનની લકી પણ તન્નુદે ના હાથમાંથી લઈ લીધી
હતી. જેઓથી બચવા માટે તન્નુદે ભાગીને તળાવ બાજુ કૂદકો
માર્યો હતો. એ વખતે ભરત અને ચકુમાસીએ જાતિ વિષયક
અપશબ્દો પણ કહ્યા હતા.
આ સિવાય સાથેના અન્ય માસીઓને પણ માર મારવામાં આવ્યો હતો. બાદમાં ઈજાગ્રસ્ત માસીબાઓને 108 એમ્બ્યુલન્સ થકી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં માસીબાઓની તાળીઓના અવાજથી ઈમરજન્સી વિભાગ ગુંજી ઉઠયો હતો. અને તેમના સમર્થનમાં અન્ય માસીબાઓ પણ સિવિલ આવી ગયા હતા. આ મામલે ચકુમાસી, ભરત તથા તેના પાવૈયા રેશમા, કટુમાસી, પિંન્કીંમાસી, કટુ ઉર્ફે જીલ તથા બીજા માણસોએ ભેગા મળી હુમલો કરતા ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.