ઈલેક્ટોરલ બોન્ડસ એ માત્ર ભારતનું જ નહિ પણ સમગ્ર વિશ્વનું સૌથી મોટું કૌભાંડ પૈકીનું એક : અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહ પટેલ

Spread the love

કોંગ્રેસના ૧૧ બેંક એકાઉન્ટ ફ્રીઝ શા માટે કરવામાં આવ્યા ? ઈન્કમટેક્ષની કલમ ૨૩૪(એફ) અનુસાર જો કોઈ ખામી હોય તો માત્ર ૧૦ હજાર રૂપિયાનો દંડ કરી શકાય.

અમદાવાદ

ભાજપ સરકારની ઈલેક્ટોરલ બોન્ડના નામે ‘ચંદા દો… ધંધા લો’, ‘કોન્ટ્રાક્ટ લો… લાંચ આપો’ ની લુંટનીતિનો પર્દાફાશ કરતાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહ પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યુ હતું કે, ભારતીય રીઝર્વ બેન્ક (આર.બી.આઈ.) ૩૦ જાન્યુઆરી, ૨૦૧૭ ચેતવણીપત્ર માં સ્પષ્ટ જણાવ્યું હતું કે ઈલેક્ટોરલ બોન્ડના ઉપયોગથી કાળું ધન, મની લોન્ડ્રીંગ જેવા ગેરકાયદેસર કારનામાઓમાં ઉમેરો થઈ શકે છે. ભાજપની ચંદા દો-ધંધા લો, કોન્ટ્રાક્ટ લો, લાંચ દો જેવી હપ્તા વસૂલી અને ફંડ આપતી ફર્જી કંપની (શેલ કંપની)એ દેશમાં ભ્રષ્ટાચારનું સુનિયોજિત નેટવર્ક ઉભું કર્યું હોય તેમ સ્પષ્ટ જણાય છે. વર્ષ ૨૦૧૮ પછી ૪૩ જેટલી કંપનીએ તેની સ્થાપના ના છ મહિનામાં ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા અને કુલ મળીને ૩૮૪.૫૦ કરોડનું દાન આપ્યું. વર્ષ ૨૦૧૮માં નાણામંત્રાલયએ પી.એમ.એલ.એ.(PMLA)ના ઉલ્લંઘન સંબંધી ૧૯ કંપનીને ઉચ્ચ જોખમ (HIGH RISK) ના રૂપમાં ઓળખ કરી હતી. આ ૧૯ કંપનીઓએ પણ ૨૭૧૭ કરોડ રૂપિયા ઇલેકટોરલ બોન્ડ ખરીદ્યા હતા જેમાંથી ૧૮ કંપનીઓ નાણામંત્રાલયની પી.એમ.એલ.એ.(PMLA)ના ઉલ્લંઘન સંબંધી ૧૯ કંપનીને ઉચ્ચ જોખમ (HIGH RISK) લીસ્ટમાંથી બાકાત કરી નાખવામાં આવી. ઈલેક્ટોરલ બોન્ડસ એ માત્ર ભારતનું જ નહિ પણ સમગ્ર વિશ્વનું સૌથી મોટું કૌભાંડ પૈકીનું એક છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા ઈલેક્ટોરલ બોન્ડ અંગે જે માહિતી ૧૫ સેકન્ડમાં આપી શકે તે માહિતી મોદી સરકાર ઈચ્છતી જ નહોતી કે જાહેર થાય. સુપ્રિમકોર્ટની ફટકાર બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ગોટાળો કરવા ચાર અલગ અલગ પધ્ધતિ અપનાવવામાં આવેલી છે. કેન્દ્રની ભાજપા સરકારે ચાર પ્રકારે ઈલેક્ટોરલ બોન્ડ નામે અબજો રૂપિયા ખાનગી કંપનીઓ પાસેથી યેન-કેન પ્રકારે વસૂલ્યા જેમાં ચંદા દો… ધંધો લો… એટલે કે પ્રી-પેઈડ સીમકાર્ડ, કોન્ટ્રાક્ટ લો … લાંચ આપો… એટલે પોસ્ટ પેઈડ, હપ્તા વસૂલી એટલે કે પહેલા ઈડી, સી.બી.આઈ. ઈન્કમટેક્ષ સહિતની એજન્સીઓ રેડ પાડે ત્યાર બાદ કંપનીઓ બચવા માટે ભાજપાને ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી ચંદા આપવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસ પક્ષ ખાનગી કંપનીની વિરૂધ્ધમાં નથી, ખાનગી રોકાણ વિના આર્થિક વિકાસ શક્ય નથી. વર્ષ ૨૦૦૪ થી વર્ષ ૨૦૧૪ દરમ્યાન ખાનગી રોકાણ જીડીપીના ૩૨ ટકા ખાનગી રોકાણ હતું. ફર્જી કંપની, શેલ કંપની ના માધ્યમથી કોર્પોરેટ ડોનેશન, કોર્પોરેટ બોન્ડ મહાગોટાળો, ૩૮ કોર્પોરેટ ગ્રુપ છે. કંપની નહિ, કોર્પોરેટ ગ્રુપમાં ૧૦ કંપની, ૧૫ કંપની, ૨૦ કંપની હોય શકે. એટલે કે કોર્પોરેટ સમૂહ જેની માલિક એક હોય છે. ૩૮ કોર્પોરેટ ગ્રુપ ૧૭૯ કોન્ટ્રાક્ટ જે છેલ્લા છ વર્ષમાં મોદી સરકારે આપ્યા છે. કોર્પોરેટના પ્રોજેક્ટ લગભગ ચાર લાખ કરોડની માતબર રકમના છે. આ પ્રોજેક્ટ મેળવનાર કંપનીઓ દ્વારા બે હજાર કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ભાજપમાં જમા થયા. ઈલેક્ટોરલ બોન્ડના નામે ભાજપાએ ચલાવેલ સુનિયોજીત લૂંટની તપાસ માટે સુપ્રિમકોર્ટની દેખરેખ હેઠળ તપાસ માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવે જેની સમયમર્યાદામાં સંપૂર્ણ તપાસ થાય. એક તરફ ઈલેક્ટોરલ બોન્ડના નામે ભાજપએ ભયમુક્ત ભ્રષ્ટાચારી ૮૨ અબજ ૫૨ કરોડ રૂપિયાનું ધનભંડોળ એકત્રિત કરી દીધું છે. એક તરફ સરકારી તિજોરીમાંથી મોટા લાભ આપવાના અને બીજી તરફ ઈલેક્ટોરલ બોન્ડના નામે કમિશન લેવાનું તથા ED, IT અને CBIની રેડો કરાવીને હપ્તાની વસૂલી કરવાના અનેક કિસ્સાઓ નામદાર સુપ્રિમ કોર્ટે ઈલેકટોરલ બોન્ડની માહિતી જાહેર કરાવી છે ત્યારથી બહાર આવ્યા છે. એક પક્ષ ૮૨ અબજ ૫૨ કરોડ રૂપિયાનો ઈલેક્ટોરલ બોન્ડથી ધનસંગ્રહ કરીને બેઠો છે એ પક્ષ મુખ્ય વિરોધપક્ષ ચૂંટણી ન લડી શકે તે માટે તેના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરે અને ગેરકાયદેસર નાણા પણ ઉઠાવી લે તે લોકશાહીના ઈતિહાસમાં કાળા અક્ષરે લખાશે અને જનતા જનાર્દન આને માફ નહીં કરે. કોંગ્રેસ પક્ષે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકશાહીનું ચીરહરણ કરવા નીકળેલી ભાજપને દેશની મહાન જનતા માફ નહીં કરે અને તેને પરાસ્ત કરશે. ભાજપે ભૂતકાળમાં આપેલી મોટી-મોટી ગેરંટીઓ સંપૂર્ણ નિષ્ફળ રહી છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ખૂબ ખરાબ રીતે હારનો સામનો કરવો પડશે ત્યારે વિરોધપક્ષો ચૂંટણી જ ન લડી શકે તેવા તમામ હથકંડાઓ શરૂ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પક્ષના એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને ૧૧૫.૩૨ કરોડ રૂપિયા કે જે દેશની જનતાએ કોંગ્રેસ પક્ષને ભાજપનો મુકાબલો કરવા માટે ધન સ્વરૂપે આપ્યા હતા તે કોંગ્રેસ પક્ષના ખાતામાંથી ઉઠાવી લેવામાં આવ્યા છે. આપણા દેશના કાયદાઓ મુજબ રાજકીય પક્ષોને મળેલા દાન ઉપર કોઈપણ પ્રકારના ઈન્કમટેક્સ હોતો નથી. ભાજપા સહિત કોઈપણ રાજકીય પક્ષ ઈન્કમટેક્સ ભરતો નથી. આમ છતાં માત્ર કોંગ્રેસ પક્ષના ૧૧ બેંક એકાઉન્ટ ફ્રીઝ શા માટે કરવામાં આવ્યા ? ઈન્કમટેક્ષની કલમ ૨૩૪(એફ) અનુસાર જો કોઈ ખામી હોય તો માત્ર ૧૦ હજાર રૂપિયાનો દંડ કરી શકાય. આ સમગ્ર બાબતથી એ સ્પષ્ટ થાય છે કે માત્ર હાર ભાળી ગયેલી ભાજપ વિરોધપક્ષ ચૂંટણી ન લડી શકે તે માટે બિનલોકશાહી હથકંડા કરે છે.પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નેતાશ્રી શેહઝાદખાન પઠાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી બળદેવ લુણી, શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગભાઈ રાવલ, પ્રવક્તાશ્રી હિરેન બેંકર, અમદાવાદ શહેરના પ્રવક્તાશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com