રખડતી ગાયોનું કતલ કરી તેનું માસ અમદાવાદ શહેરમાં વેચવાનો કૌભાંડ કલોલ પોલીસે ઝડપે લીધું છે,
પ્રાત વિગતો અનુસાર છેલ્લા કેટલાક સમયથી રખડતી ગાયોની તસ્કરી કરીને ગાયાની ગેરકાયદેસર કતલ કરી તેનું માસ અમદાવાદના મીરજાપુર ના માર્કેટમાં વેચવાનું મોટું કૌભાંડ ગાંધીનગર જિલ્લામાં આવેલ કલોલ તાલુકા પોલીસ દ્વારા ઝડપીને કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે,
વિગતો અનુસાર કેટલીક વ્યક્તિઓએ ગેરકાયદેસર મંડળી રચીને ઉપરોક્ત કૌભાંડ ચલાવતા હોવાનું ખુલ્યું છે ગાંધીનગર રેન્જ પોલીસવાળા તેમજ જિલ્લા પોલીસવાળાએ આપેલ આદેશ અનુસાર કલોલ તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ઉન્નતીબેન એસ પટેલ ના ઓએ પોતાના સર્વેન્સ સ્ટાફ સહિતને મળેલ બાદમી આધારે કલોલ વિસ્તારમાં ઘઉં હત્યા કરી તેનું માસ બુરહાનુંદ્દીન નામનો શખ્સ અમદાવાદ સ્થિત મિરઝાપુર માં આવેલ મટન માર્કેટમાં વેચાણ કરે છે, તેવી બાતમીને આધારે તાલુકા પોલીસ ની ટીમે બુરહાનુંદ્દીન મહંમદ યાસીન કુરેશી (રહેઠાણ લોધવાસ પેરેડાઇઝ કોમ્પ્લેક્સ પાછળ, મીરજાપુર, અમદાવાદ) ને ઝડપી લઈ તેની વૈજ્ઞાનિક ઢબે આગવી પૂછપરછ કરી તેની સાથે સંડાવાયેલા નાસીર મિયા, સાફીનીયા, અબ્દુલ મસ્જિદ પઠાણ ( રહેઠાણ અલસફા સોસાયટી, છત્રાલ, કલોલ) નવો ને સમી ગામની ઝડપી લીધો હતો, આ ઉપરાંત છત્રાલ પાસેથી ગાસીફ ખાન હયાત ખાન કુરેશી ( અહેમદપુરા વિસ્તાર છત્રાલ)ની દબોચી લીધો હતો તેમ જ કડીથી ઇનાયત ખાન ઉર્ફે બોલો ખાન સૈયદ ( કસબામાં કડી )નાઓને ઝડપી લઇ આ કૌભાંડનો પર્દાફાશ કરાયો છે
નોંધનીય છે કે અગાઉ ગાંધીનગર શહેરમાં આવેલ સેક્ટર 24 ના હિન્દી ના નગર તેમજ અન્ય એક સ્થળેથી ગૌવંશની કતલ કર્યાના બનાવો ઉજાગર થયા હતા, પરંતુ તે સમયે સ્થાનિક પોલીસે આંખ આડા કાન કરીને ગુનેગારોની ઊંડી તપાસ નહીં કરી હોવાનો હિન્દુ સંગઠનો ઉભરો ઠાલવ્યો હતો જ્યારે કલોલ તાલુકા ના બનાવની ગંભીરતા દાખવીને તાલુકા પોલીસ તેમજ થાણા ઇન્ચાર્જની ખૂબ જ આખરી મહેનતના કારણે આ કેસમાં પરિણામ લક્ષ્મી કામગીરી કાબીલ કાબીલે તારીફ છે,