ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા સ્માર્ટ સિટી યોજના અંતર્ગત કરોડ નહીં અબજોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, ત્યારે વર્ષોથી જે લીકેજ હતું તે લીકેજો બંધ કરીને પૂરેપૂરી ગ્રાન્ટો મનપાને મળી રહી છે, ત્યારે અહીંયા તો તડકો પડ્યો છે, દિલથી દાદા, કાકા પૈસા મોકલે છે એટલે જલસા કરો ભાઈ જલસા, રોજબરોજ નવા નીતિ નિયમો છતાં તંત્ર કી એસી કી તેસી…. જેવો ઘાટ સર્જાયો છે, મોટી હોટલોમાં 100 કિલો થી વધુ કચરો હોય તો પોતે નાશ કરવાનો રહેશે સૌથી વધારે કચરો જીઆઇડીસી ઓકી રહી છે, ત્યારે ઘણીવાર ડમ્પિંગ સાઈટ ઉપર આગ લાગવાના પણ બનાવો બનવા પામે છે,
જીઆઇડીસીમાં તો એક એજન્સી પોતે ભીનો કચરો અલગ ન કરતા હોવાનું પણ સામે આવ્યું છે અને તગડા બીલો મનપા પાસેથી વસુલી રહી છે, ક્યારે સફાઈમાં અને ડોર ટુ ડોર કામ કરતા કર્મચારીઓ ઘણીવાર જીવને ચીજ વસ્તુઓ પણ આ કચરામાં આવી જતી હોય છે, બ્લડ થી લઈને અનેક જીવલેણ વસ્તુઓ જોખમ બને છે, ત્યારે સો કિલો થી વધુ કચરો ઉત્પન્ન કરતા એકમોમાં હોટલ લીલા, હોટલ હવેલી, જીઆઇડીસી, આઈ આઇ ટી હોટલ, હોટલ નાણાયણી, સેક્ટર 16 ફૂડ કોર્ટ, ઇન્ફોસિટી, જે કચરો 100 kg થી વધારે બમ્પર હોય છે, અને ભીનો સૂકો કચરો અલગ રાખવો છતાં બધું ભેગું જોવા મળે છે, જેના વજનના નાણાં તગડા મનપા ચૂકવે છે, કોન્ટ્રાક્ટર અને બખ્ખા પડી ગયા છે, ત્યારે મનપાને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, સૂકા કચરાનું અલગ ટેન્ડર અને ભીના કચરાનું અલગ ટેન્ડર આપ્યું હોવા છતાં કચરા નો ભાગ વધી જાય છે, બીના કચરા માટે મોટી બાયોગેસ પ્લાન્ટ ચલાવે છે, તે ટેન્ડરમાં એક કંપનીને ટેન્ડર આપેલ છતા બાયોગેસ ચાલે છે, ખરો? ત્યારે મોટી હોટલોમાં મોટો કચરો નીકળતો હોવાથી સૂકો-ભીનો કચરો જેવું ફક્ત તૂત જ ચાલે છે.
બોક્સ
-> સૂકા પીના કચરાનું કૌભાંડ માં ઘરે ઘરેથી કચરો લીધા બાદ જીઆઇડીસી મોટી હોટલોમાં સુકોબીનો કશું જ અલગ કરવામા આવતું નથી, ત્યારે વજન પર કચરો લઈને મનપાની તિજોરીઓનો વજન થઈ જાય છે, સાફ સફાઈ નામે મીડું હતું, હવે મનપામાં કચરો ભીનો-સુકોમાં પણ ભ્રષ્ટાચાર મોટો વ્યાપક જોવા મળી રહ્યો છે,