અમારી ત્રણ આઇપીએલનો જીતનો દર ૫૦ ટકા છે. જે આ સીઝન માં હેડ કોચ સાથે રહી સુધારીશું :પંજાબ કિંગ્સના બોલિંગ કોચ ત્રેવર ગોંઝલવિસ
બોલર તરીકે નેટમાં જે વ્યૂહ ઘડ્યો એની તૈયારી કરી તેને જ મેચમાં અમલ કરું છું : મોહિત શર્મા
અમદાવાદ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે સાંજે 7:30 વાગે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આઇપીએલની મેચ રમાશે ગુજરાત ટાઇટન્સ પોઇન્ટ ટેબલમાં બે જીત મેળવી ચાર અંક સાથે જ્યારે પંજાબ કિંગ એક જીત મેળવી બે પોઇન્ટ સાથે ટેબલમાં છે હવે આવતીકાલે ગુજરાત ટાઇટન્સ ત્રીજી મેચ જ્યારે પંજાબ કિંગ્સ બીજી મેચ જીતવા માટે મેદાનમાં ઉતરશે.
આવતીકાલની મેચ પૂર્વ આજે પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત ટાઇટન્સના બોલર મોહિત શર્માએ જણાવ્યું હતું કે દરેક મેચ ની સ્થિતિ અલગ અલગ હોય છે.મેચના આગળના દિવસે આયોજિત ટીમો ની પ્રેસ કોન્ફરન્સ માં ગુજરાત ટાઇટન્સના બોલર મોહિત શર્મા એ વિજય થવાનો આત્મ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ૨૦૨૩ની ફાઇનલમાં મારી ઓવરમાં છેલ્લા બે બોલ માં પરિણામ બદલાયું હતું. પણ ત્યારબાદ હું સતત શીખું છું. ૨૦ ઓવર ની મેચમાં પ્રેશર તો હોય જ છે. પણ હું પ્રેશરને મારી પર હાવી થવા દેતો નથી.ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમનગીલ શ્રેષ્ઠ બેટ્સમેન છે. તેઓ હાલ ખૂબ સારું રમી રહ્યા છે. અલબત ગીલ મોટી ઇન્નીગ થકી મોટો સ્કોર નોંધાવી શકે છે. બોલિંગ કોચ આશિષ નહેરા સપોર્ટ કરે છે, જેનાથી વિશ્વાસ વધે છે. મોહિતે વધુમાં જણાવ્યું હતું કે હું પ્રેક્ટિસ માં વિશ્વાસ ધરાવું છું.એક બોલર તરીકે કહું તો દરેક મેચ અને દરેક પરિસ્થિતિ અલગ હોય છે. એ માટે સતત નેટમાં પ્રેક્ટિસ કરું છું. મને હાલ જૂના બોલ થી બોલિંગ કરવાની તક મળે છે, પણ નવા બોલથી બોલિંગ કરવાનું દરેક ફાસ્ટ બોલર ઇચ્છે છે. હાલ ટીમમાં કોઈ ઇજાગ્રસ્ત નથી એ સારી સ્થિતિ છે.હું એક બોલર તરીકે પ્લાન બદલવા માંગતો નથી. હું બોલર તરીકે નેટમાં જે વ્યૂહ ઘડ્યો એની તૈયારી કરી તેને જ મેચમાં અમલ કરું છું. કરિયરમાં ઉતર ચડાવ આવે છે અને રમતથી દૂર હોવા છતાં હા નેટ પ્રેક્ટિસ થકી પરિણામ લાવવામાં માનુ છું.મે અમદાવાદની પીચ નથી જોઈ. કાલની મેચ નરેંદ્ર મોદી સ્ટેડિયમ જેવા ખૂબસૂરત સ્ટેડિયમમાં રમાશે, જે અમારું હોમ ગ્રાઉન્ડ છે. મને સ્લોઅર બોલ નાખવા ગમે છે. પણ એ પીચ અને સ્થિતિ આધારિત છે. સ્લોઅર બોલમાં કટર સાથે વેરીએશન કરવા ગમે છે.
પંજાબ કિંગ્સના બોલિંગ કોચ ત્રેવર ગોંઝલવિસે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમે આ સીઝનમાં સારું પ્રદર્શન કરીશું.અમારી ટીમ ના ખેલાડી લિવિંગસ્ટન હાલ સારી સ્થિતિમાં છે. આગળની મેચોમાં રમશે ટીવી મને આશા છે.અમારો વિકેટ કીપર જીતેશ સરસ વિકેટ કીપર છે. અર્શદીપ સામે સેમકરનને હાલ વધુ રન પડે છે. પણ તેઓ બેસ્ટ બોલર છે. અમારી ત્રણ આઇપીએલનો જીતનો દર ૫૦ ટકા છે. જે આ સીઝન માં હેડ કોચ સાથે રહી સુધારીશું.