કંડક્ટરે 4 પાંજરાબંધ પોપટ માટે 444 રૂપિયા ભાડું વસૂલ્યું, એક પોપટનું ભાડું 111 રૂપિયા!!

Spread the love

તાજેતરમાં, બેંગલુરુથી મૈસુર જતી કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસમાં પોપટનું ભાડું વસૂલવામાં આવ્યું હતું. રસપ્રદ વાત એ છે કે પોપટને લઈ જનારી મહિલા પાસેથી કોઈ ભાડું લેવામાં આવ્યું ન હતું. આ અસામાન્ય ઘટના સાથે જોડાયેલા સમાચાર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ઘટના કર્ણાટકની છે. કર્ણાટકમાં સરકાર મહિલાઓને લગતી એક યોજના ચલાવી રહી છે.

તેનું નામ ‘શક્તિ યોજના’ છે. આ યોજના હેઠળ મહિલાઓ બસમાં મફત મુસાફરી કરી શકે છે. સરકારની આ યોજનાને કારણે બસમાં મહિલાઓ માટે ટિકિટનું ભાડું નથી. પરંતુ સરકાર પોપટ માટે આવી કોઈ યોજના લઈને આવી નથી.

એક મહિલા તેની પૌત્રી સાથે બેંગલુરુથી મૈસૂર જવા માટે બસ સ્ટેન્ડ પર પહોંચી હતી. તે બંને ‘શક્તિ યોજના’ હેઠળ મફતમાં બસમાં બેસી શકતા હતા, તેથી તેમને ટિકિટ ખરીદવાની જરૂર નહોતી. પરંતુ, ખરી રસપ્રદ વાત એ હતી કે જ્યારે તે પોતાની સાથે પાંજરામાં પોપટ લઈને આવી ત્યારે કંડક્ટરે તેની પાસેથી તે પોપટનું ભાડું વસૂલ્યું. આ જોઈને બસમાં બેઠેલા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

કંડક્ટરે 4 પાંજરાબંધ પોપટ માટે 444 રૂપિયા ભાડું વસૂલ્યું હતું. એટલે કે એક પોપટનું ભાડું 111 રૂપિયા છે. બાકીના મુસાફરો કંડક્ટરને આવું કરતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. કેટલાક મુસાફરોએ આ તસવીરો પણ ખેંચી હતી. આ તસવીરોમાં દાદી અને પૌત્રી પોપટના પાંજરા સાથે બસની સીટ પર બેઠેલા જોઈ શકાય છે. કંડક્ટરે મહિલા પેસેન્જર પાસેથી પોપટનું ભાડું વસૂલીને કોઈ ભૂલ કરી નથી. કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના નિયમો અનુસાર આ યોગ્ય નિર્ણય હતો. તંત્ર નોન-એસી બસોમાં પાળતુ પ્રાણીઓને મંજૂરી આપે છે. પરંતુ, આ નિયમ વિશેષ સેવા બસોને લાગુ પડતો નથી. કેએસઆરટીસીના નિયમો મુજબ, પાલતુ કૂતરાનું ભાડું પુખ્ત વયના લોકોની અડધી ટિકિટ જેટલું છે, જ્યારે અન્ય નાના પ્રાણીઓ જેમ કે ગલુડિયાઓ, સસલા, પક્ષીઓ અને બિલાડીઓનું ભાડું બાળકની અડધી ટિકિટ જેટલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com