અમદાવાદમાંથી આવતા ગટરના પાણીની કુલ આવક ૧૬૯૩ એમ.એલ.ડી તેની સામે પ્લાન્ટની ક્ષમતા ૧૨૫૨ એમ,એલ.ડી બાકી રહેલ ૬૧૩ ગટરનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વિના સાબરમતી નદીમાં છોડતું વહીવટી તંત્ર: શહેજાદ ખાન

Spread the love

સાબરમતી નદી પ્રદુષિત થવા બાબતે મ્યુનિ કોપોના સત્તાધીશો તેમજ વહીવટી તંત્ર જ જવાબદાર ?

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં ગટરનું આવતું ગંદુ પાણી ટ્રીટ કરવા માટે મ્યુ.કોર્પો.ના ૧૪ જેટલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે તે તમામ પ્લાન્ટોની મળી પ્લાન્ટોની કુલ ક્ષમતા ૧૨૫૨ એમ, એલ.ડી છે તેની સામે અમદાવાદ શહેરમાંથી આવતા ગટરના પાણીની કુલ આવક ૧૬૯૩ એમ, એલ.ડી છે તેની સામે પ્લાન્ટની ક્ષમતા ૧૨૫૨ એમ, એલ.ડી છે બાકી રહેલ ૬૧૩ એમ,એલ.ડી ગટરનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વિના સાબરમતી નદીમાં છોડવામાં આવી રહયું હતું ગટરના ગંદા કેમીકલયુકત પાણીને ટ્રીટેડ કર્યા વગર સાબરમતી નદીમાં છોડવામાં આવવાને કારણે સાબરમતી નદી હજુ પણ ગંદા પાણીથી ખદબદે છે જેથી સાબરમતી નદી હાલ દેશની સૌથી વધુ પ્રદુષિત નદી છે જે કડવી વાસ્તવિકતા છે આ બાબતે અગાઉ નામ.હાઇકોર્ટ દ્વારા લાલ આંખ કરતાં તા. ૧૫-૦૯-૨૩ સુધીમાં સાબરમતી નદી ઝીરો ડીસ્ચાર્જ પોલીસી પોલ્યુશન કરવાનો આદેશ મ્યુનિ. તંત્રને આપેલ છે પરંતુ આજે પણ ગટરના તમામ પાણીને ટ્રીટ કરવા મ્યુનિ.કોર્પો પાસે કોઈ નક્કર પોલીસી જ નથી જેથી સાબરમતી નદી પહેલાં કરતાં વધુ પ્રદુષિત થવા પામેલ છે જેથી મ્યુનિ.કોર્પોનું વહીવટી તંત્ર આમાંથી બોધપાઠ લઈને સુધરવાનું નામ જ નથી લઇ રહી જેને કારણે સાબરમતી નદી વધુ પ્રદુષિત થઇ રહી છે જેથી નામ. હાઈકોર્ટને લાલ આંખ કરી મ્યુ.કોર્પોને કડક શબ્દોમાં ફિટકાર આપી છે એક તરફ નામ.હાઈકોર્ટમાં નદીને પ્રદુષિત કરવાના મામલે ઠપકો આપતી હોય બીજી તરફ સાબરમતી નદી પોલ્યુશન ફ્રી કરવા બાબતે કોઇ કાર્યવાહી ના થાય તે તંત્રની તથા સત્તાધારી પક્ષની નફફટાઇ સાબિત થાય છે. થોડા સમય પહેલાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા તથા તેની ક્ષમતા વધારવા વર્લ્ડ બેંક પાસેથી રૂા. ૩૦૦૦ કરોડની લોન લીધેલ પરંતુ મ્યુ.કોર્પો. પાસે નક્કર પોલીસી નહી હોવાથી તે રકમ વ્યર્થ જવા પામે તેવી પુરેપુરી સંભાવના છે.

એક તરફ મ્યુનિ. કોર્પો સ્વચ્છતા સર્વેક્ષણ ના નામે કરોડો રૂા. નો વ્યય કરે છે તો બીજી તરફ સાબરમતી નદીમાં જતાં કેમીકલયુક્ત પાણીને ટ્રીટેડ કરવા ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા પંપીગ સ્ટેશન બનાવેલ છે તેમ છતાં સાબરમતી નદીમાં ગટરના ગંદા તથા કેમીકલયુક્ત પાણી નદીમાં છોડાતા નદીમાં ગંદકીનું સામ્રાજય ! આવી વિસંગતતા કેમ ઉભી થવા પામેલ છે નદી પ્રદુષિત થવા બાબતે મ્યુનિ કોપોના સત્તાધીશો તેમજ તંત્ર જ જવાબદાર છે. જે સત્તાધારી ભાજપ તથા વહીવટીતંત્ર માટે શરમજનક બાબત છે શહેરમાંથી આવતા ગટરના ગંદા પાણીને ટ્રીટ કર્યા બાદ જ સાબરમતી નદી છોડવામાં આવે તે માટે જરૂરી કાર્યવાહી તાકીદે કરવા તેમજ નદી પ્રદુષિત કરવા બાબતે જે કોઇ પણ જવાબદાર હોય તેની સામે તાકીદે કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com