અમેરિકામાં શુક્રવારે ન્યૂયોર્ક સિટીની ધરા ભૂકંપથી ધ્રુજી ઉઠી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8ની નોંધાઈ છે. ભૂકંપના તીવ્ર આંચકાના પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જોકે, હજુ સુધી જાનહાનિના કોઈ અહેવાલ સામે આવ્યા નથી.યુએસ જિયોલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા મુજબ, બોસ્ટનથી ફિલાડેલ્ફિયા સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, ન્યૂયોર્ક સિટી અને તેની આસપાસના મોટા એરપોર્ટ પર આવતી ઘણી ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી હતી. ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘અમારી ટીમ ભૂકંપથી અસર પામેલ વિસ્તારોમાં નુકસાનનું મૂલ્યાકન કરી રહી છે.’
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.