ધાનાણીને લાભ લેવો હોય તો લઈ લે, શબ્દો યાદ રાખજો પરેશ ધાનાણી ખરાબ રીતે હારશે : રૂપાણી

Spread the love

પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. આ મુદ્દે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે. તેઓ પરશોતમ રૂપાલાના સમર્થનમાં આગળ આવ્યા છે. તેમણે જણાવ્યું કે મને વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ ભાજપની સાથે રહેશે. ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો સમાજ છે. રૂપાલાએ બે વખત માફી માગી લીધી છે. મને ચોક્કસ લાગે છે કે, ક્ષત્રિય સમાજ માફી આપશે. નાની મોટી નારાજગી વચ્ચે પણ કાર્યકરો ભાજપ સાથે છે. પરેશ ધાનાણીને લઈને ચાલતી અટકળો પર વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ધાનાણીને લાભ લેવો હોય તો લઈ લે, શબ્દો યાદ રાખજો પરેશ ધાનાણી ખરાબ રીતે હારશે. વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટીને કોઈપણ પડકાર નથી. ગુજરાતમાં ત્રીજી વખત ભાજપ 26 બેઠક જીતશે. જનતા તૈયાર છે, મતદાનની રાહ જોવાય છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસ આ મુદ્દે માત્ર રાજકીય લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસની મનશાને મતદારો સમજી ચૂક્યા છે. કોંગ્રેસ ઉમેદવાર નથી નક્કી કરી શકતું નથી. કોંગ્રેસને ઉમેદવાર મળતા નથી. કોંગ્રેસની સ્થિતિ ખૂબ લાચારીપૂર્વકની છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ સ્થાપના દિવસના અવસરે આયોજીત કાર્યક્રમમાં રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતા અને મીડિયા સમક્ષ રૂબરૂ થતાં તેમણે રૂપાલાના વિવાદિત નિવેદન મુદ્દે આ વાત કરતા પરષોતમ રૂપાલનું સમર્થન કર્યું છે. ભાજપ સ્થાપના દિવસની વિજય રૂપાણીએ કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com