રૂપાલાએ ખાનદાની દાખવી માફી માગી લીધી, ક્ષત્રિયોએ માફી પર વિચાર કરવો જોઈએ : બાબુભાઈ પટેલ

Spread the love

ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે, ક્ષત્રિય સમાજ ભાજપ પાસે એક જ માંગ પર અડ્યો છે, ક્ષત્રિય સમાજની માંગ છે કે રાજકોટમાંથી રૂપાલાની ટિકીટ રદ્દ થવી જોઇએ. પરંતુ હવે પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં કડવા પાટીદારોની સૌથી મોટી સંસ્થા આવી છે. ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલે જણાવ્યું કે રૂપાલાએ ખાનદાની દાખવી માફી માગી લીધી છે. ક્ષત્રિયોએ માફી પર વિચાર કરવો જોઈએ. રાજકોટથી રૂપાલા 5 લાખની લીડથી જીતશે. આ નિવેદનની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. એક તરફ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી રહ્યાં છે ત્યારે ઊંઝા ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ બાબુભાઈ પટેલ રૂપાલાની પડખે ઉભા રહ્યાં છે. ક્ષત્રિય સમાજના વિરોધનો રાજકોટની બેઠક પર રૂપાલાની જીત નક્કી તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રૂપાલાની પડખે માત્ર પાટીદાર સમાજ જ નહીં પણ ક્ષત્રિય ઠાકોર, દરબાર સહિત દરેક સમાજ સાથે ઉભા છે. બાબુભાઈ પટેલે ક્ષત્રિય સમાજને ખાનદાની દાખવીને પરસોત્તમ રૂપાલાને માફ કરવા માટે વિનંતી કરી છે. રાજકોટ સીટ પરથી ભાજપ પરશોતમ રૂપાલાને બદલે નહીં તે વાત તો રૂપાલાના પ્રચાર પરથી નક્કી થઈ ગઈ છે. બાબુભાઈ જમનાદાસ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોઇ રૂપાલાની સામે હોય એવું છે જ નહી, માતાજીએ સતત ભાજપનું ધ્યાન રાખ્યુ છે અને આજે પણ રાખશે. ઉમેદવાર બદલવા કે નહીં તે પાર્ટીનો વિષય છે. દરબાર અને પટેલ એક જ છે. રાજ્યના કોઇ ઉમેદવારને કોઇ ફેર નહીં પડે. તમામ ઉમેદવારો પાંચ લાખ કરતાં વધારે લીડથી જીતશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com