હવે ભારતમાંથી ઇલેક્ટ્રોનિક આઈટમોના કન્ટેનર ભરાઈને વિદેશ ભણી જવા લાગ્યા

Spread the love

ભારતના પગરણ આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમ પણે આગળ વધી રહ્યા છે, પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલર ના અર્થતંત્ર માટે જરૂરી તમામ આયોજન અને પગલા ચીવટ પૂર્વક લેવાઈ રહ્યાં છે, ત્યારે એક એક મુદ્દે હાથ ધરવામાં આવતી પહેલ ના પરિણામો પણ મળવા લાગ્યા છે, આત્મ નિર્ભર ભારત ના ક્ધસેપ્ટને વધુમાં વધુ વહેવારૂ બનાવવાના પ્રચંડ અભિયાનના હવે ફળ મળવા લાગ્યા હોય તેમ પી એલ આઈ સ્કીમના બુસ્ટર રોજની એવી અસર થઈ કે અત્યાર સુધીના ઇતિહાસમાં ભારતમાં સૌ પ્રથમ વાર ઇલેક્ટ્રોનિક વસ્તુઓની આયાતનું ભારણ ઘટવા પામ્યું છે.

બેક કવર, જીએસએમએન્ટેના, કેમેરા લેન્સ, વાઇબ્રન્ટ મોટર ,સ્ક્રુ ,સોકેટ ચાર્જર એડોપટર સહિતની વસ્તુઓ ઘર આંગણે બનવા લાગતા આયાતનું ભારણ સૌપ્રથમવાર ઘટ્યું છે.

સાથે સાથે આ તમામ ઇલેક્ટ્રોનિક એસેસરીઝ ના કારણે દેશમાં ઘર આંગણે ઇલેક્ટ્રીક વસ્તુઓના ઉત્પાદનમાં આવેલી તેજીના કારણે અત્યાર સુધી ઇલેક્ટ્રોનિક આઈટમ મંગાવનાર દેશ તરીકે ની ઓળખ ધરાવનાર ભારતમાંથી સૌપ્રથમવાર એપ્રિલથી ડિસેમ્બર ના સમયગાળા દરમિયાન રેકર્ડ બ્રેક નીકાસમાં 22% ઉપરાંતમાં વધારો નોંધાયો છે .અત્યાર સુધી ઇલેક્ટ્રોનિક આઈટમો ની ખરીદી અને આયાત માટે ના દેશમાં જાપાન ,તાઇવાન, ઇંગ્લેન્ડ ,ચીન ફ્રાન્સ અને જર્મનીથી મોટાભાગની વસ્તુઓ મંગાવવામાં આવતી હતી હવે દિવસો અને આયાત નિકાસની દશા અને દિશા બદલાઈ ગઈ હોય તેમ ભારતમાંથી ઇલેક્ટ્રોનિક આઈટમો ના ક્ધટેનર ભરાઈને વિદેશ ભણી જવા લાગ્યા છે.ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે ઘર આંગણે ઉત્પાદન વધારવા માટે સરકારે ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પ્રોડક્શન લિંક ઇન્સેટિવ ની ઉત્પાદન માટે પ્રોત્સાહન યોજના અમલમાં મૂકીને ઉત્પાદન કરનાર ક્ષેત્રને સહાય આપવાનું શરૂ કર્યું હતું .અર્થતંત્રને મજબૂત બનાવવા માટે દેશનું ધન અને હૂંડિયામણ દેશમાં જ રહે તે જરૂરી છે.

આયાતનું ભારણ ઘટાડવા માટે ઘર આંગણે વસ્તુનું ઉત્પાદન કરી આયાતી વસ્તુઓની અવેજીમાં ઘર આંગણે ઉત્પાદન વસ્તુઓનો ઉપયોગ થાય તો જ દેશનું ધન દેશમાં રહે અને અર્થતંત્ર મજબૂત બને …સરકારના આ આયોજનને દેશના ઉદ્યોગ પતિઓ ને ઉત્પાદકવર્ગે જાણે કે હોશે હોશે સ્વીકારી લીધું હોય તેમ વિકાસ દર ની વધી રહેલી રફતારની સાથે સાથે ઉત્પાદન ની ટકાવારી પણ વધી રહી છે કૃષિ ઉત્પાદનની જેમ જ ઉદ્યોગ ઉત્પાદન પણ અર્થતંત્રને મજબૂત બનાવે છે ત્યારે ઘરેલુ ઉત્પાદનના બળથી ઇલેક્ટ્રોનિક આઈટમની આયાતનો ઘટાડો ધીરે ધીરે અન્ય ક્ષેત્રમાં પણ આગળ વધે તેવું નિશ્ચિત મનાય રહ્યું છે. ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં ટૂંક સમયમાં ઇલેક્ટ્રોનિક ચીપ્સ નું ઉમેરણ થવાનું છે, સેમિક્ધડક્ટર ના ઉત્પાદન અને નિકાસથી ભારત વધુ સ્વાવલંબી બનશે અત્યારે પણ સંરક્ષણના નાના ઉપકરણોથી લઈને હળવા એરક્રાફ્ટ સુધીનું ઉત્પાદન ભારત કરવા લાગ્યું છે.

આગામી થોડા જ વર્ષોમાં ભારત વિશ્વનું સૌથી મોટું વિકાસકાર દેશ બની રહે તે દિવસો હવે દૂર નથી ભારતની આયાત ઘટી છે તે સારા સુકનના પ્રથમ પગલાં બનીને તમામ ક્ષેત્રમાં ભારત ને કોઈની આયાત કરવી ન પડે તેવું સામર્થ્ય કેળવીને જ ભારત વિશ્વ ગુરુ બનશે, અને તેની શરૂઆત થઈ ચૂકી છે તેમ કહેવા માં જરા પણ અતિશયોક્તિ નથી આયાતનું ભારણ વધુમાં વધુ ઘટે તેના સરકારના પ્રયાસો ફળદાય બની રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com