ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓની મોસમ ખીલી છે, ત્યારે દરેક જગ્યાએ ભાજપના કાર્યકરો પ્રચાર કરતા જાેવા મળે છે, ત્યારે રાજકોટની બેઠકને લઈને હાલ રૂપાલા ભારે ચર્ચાસ્પદ બન્યા છે, રાજપુત, કરણી સેના દ્વારા અનેક ગામોમાં પ્રચાર માટે પાબંદીના બેનરો લાગી ગયા છે, ત્યારે પેથાપુર ખાતે કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલ ની ગાડીને ધકકે ચડાવી હતી, અને પેથાપુર ખાતે પ્રચાર નહીં કરવા અને જતાં રહો ની બૂમો પડવા લાગી હતી, ત્યારે વાદવિવાદ જે ચાલે છે, તે હાલમાં રાજકોટની બેઠકને લઈને પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવાની માંગ ઉઠી છે, ત્યારે રૂપાલા ની જગ્યાએ સોનલબેન કેમ વિવાદમાં આવ્યા તે ખબર પડતી નથી,
ય્ત્ન-૧૮ લોકસભાની સીટ ઉપરથી ભાજપના અમિત શાહ પોતે (કેન્દ્રીય ગૃહમંત્રી) ચૂંટણી લડી રહ્યા છે, વિધાનસભાની પાંચ બેઠકો, મનપાની ૪૧ નગર સેવકો, જિલ્લા પંચાયત ઉપર કબજાે, તાલુકા પંચાયતથી લઈને નગરપાલિકામાં કેસરિયો લહેરાતો હોવા છતાં સોનલબેનનો ડર? કોંગ્રેસના ઉમેદવાર પોતે ગાડીમાં બેઠા છે, અને પ્રચાર કરવા નીકળતા સાત થી ૧૦ જેટલા યુવાનો દ્વારા તેમને પ્રચાર વગર પાછા કાઢવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે, બાકી ગત ચૂંટણીમાં અમિત શાહ પોતે પાંચ લાખ ઉપરની લીડ હતી, તો આ વખતે ૧૦ લાખ કેમ નહીં તેના કારણો અનેક છે,
બોક્સ -:
ભાજપના ઉમેદવાર અમિત શાહ પોતે અગાઉ પાંચ લાખ ઉપર ની લીડ થી જીત્યા હતા, ત્યારે હવે જીજે ૧૮ જિલ્લા શહેરમાં મહાનગરપાલિકા વિધાનસભા પાલિકા જિલ્લા પંચાયતમાં કેસરિયો લહેરાઈ રહ્યો છે, ત્યારે ગત ચૂંટણીમાં વિધાનસભા ની ત્રણ સીટ કોંગ્રેસ પાસે હતી મનપા ફિફટી ફિફટી હતી તો આ વખતે ઝડબેસલાક કેસરિયો લહેરાતા ૧૦ લાખ લીડ કેમ નહીં?
પ્રચાર કરતાં કોઈને રોકી શકાય નહીં, ત્યારે વિવાદ રૂપાલાનો અને ભોગ બન્યા સોનલબેન કેમ? તે યથાર્થ પ્રશ્ન