અબ કી બાર મહેગાઈ અપાર’ નારો ભાજપાની નવી ઓળખ: કૂદકે – ભૂસકે વધી રહેલી મોંઘવારી-બેરોજગારીને રોકવામાં ભાજપ સરકાર નિષ્ફળ :કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકર

Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેંકર

• આસમાને મોંઘવારીથી લાખો પરિવાર મુશ્કેલીમાં: સંગ્રહખોર-કાળા બજારિયાઓ માટે ‘અમૃતકાળ’

• ‘અચ્છે દિન’, ‘અમૃતકાળ’ જેવા નીતનવા નારાઓથી સામાન્ય-મધ્યમ વર્ગના લોકોનું પેટ ભરાતું નથી: મોંઘવારીથી પીડામાંથી બહાર આવવા ભાજપ વક્તવ્યને બદલે ‘કર્તવ્ય’ પર ધ્યાન આપે.

અમદાવાદ

ચારેબાજુ મોઘવારી અને સતત ભાવ વધારાથી ગુજરાત અને દેશની જનતા પીસાઈ રહી છે ત્યારે ‘અચ્છે દિન’ અને ‘બહુત હુઈ મહેગાઈ કી માર’ જેવા જુઠ્ઠા સુત્રો આપતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેંકરએ જણાવ્યું હતું કે મહિલાઓ-ગૃહિણીઓને મોઘવારીમાંથી મુક્તિ માટે કોંગ્રેસ પક્ષએ ‘નારી ન્યાય’ની પાંચ ગેરંટી આપી છે જેમાં ગરીબ પરિવારમાંથી એક મહિલાને વર્ષે એક લાખ રૂપિયાની આર્થિક મદદનો સંકલ્પ કર્યો છે. મોઘવારીના મારથી દેશમાં ગૃહિણીઓ- સામાન્ય-મધ્યમવર્ગનું બજેટ ખોરવાઈ ગયું. સતત વધી રહેલી મોંઘવારીમાં ‘અબ કી બાર મહેગાઈ અપાર’નો નારો ભાજપાની નવી ઓળખ બની ગઈ છે. મોઘવારી હટાવવા માટેના ‘‘અચ્છે દિન’ અને ‘બહુત હુઈ મહેગાઈ કી માર’ જેવા ભાજપના સુત્રો ખોખલા સાબિત થાય છે. ઘરેલુ ગેસ સીલીન્ડર કોંગ્રેસ શાસનમાં ૪૧૫ રૂપિયા મળતો હતો તે આજે ભાજપ સરકારમાં ૧૧૦૦ રૂપિયા જેટલો અતિ મોંઘો થયો છે. વર્ષ ૨૦૧૪માં સીએનજી ૩૮.૧૫ પ્રતિ કિલો હતું જે વર્ષ ૨૦૨૪માં ૭૭.૬૧ રૂપિયાને પાર, વર્ષ ૨૦૧૪માં પેટ્રોલ ૭૦ પ્રતિ લીટર હતું જે વર્ષ ૨૦૨૪માં ૧૦૦ને પાર, વર્ષ ૨૦૧૪માં ડીઝલ ૫૬ પ્રતિ લીટર હતું જે વર્ષ ૨૦૨૪માં ૯૦ને પાર થયું છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલમાં સતત ઘટાડો હોવા છતાં ભાજપ સરકાર છેલ્લા નવ વર્ષમાં ૧૪૦ કરોડ નાગરિકોના ખિસ્સામાંથી ૩૦ લાખ કરોડ રૂપિયાની લુંટ ચલાવી છે, આ છે ભાજપ સરકારની લુટનું મોડેલ ! આર્થિક પારાવાર મુશ્કેલીથી દર મહિને એક પરિવાર સામૂહિક આત્મહત્યા કરી રહ્યો છે.

મોંઘવારીથી પીડામાંથી બહાર આવવા ભાજપ વક્તવ્યને બદલે ‘કર્તવ્ય’ પર ધ્યાન આપે, અચ્છે દિન, અમૃતકાળ જેવા નીતનવા માર્કેટિંગ નારાઓથી સામાન્ય-મધ્યમ વર્ગના લોકોનું પેટ ભરાતું નથી. રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરી સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી છે. ભાજપ સરકારના લુંટકાળમાં જાન લેવા મોંઘવારીમાં જનતાની બચત પર રોજ લુટ ચાલી રહી છે. દૂધ, દહીં, ધી, ચા, ખાંડ સહીતની રોજીંદા જીવનની ખાવાપીવાની ચીજવસ્તુઓ તો અસહ્ય મોઘી થઇ જ છે. ખેડુતોને પૂરતા ભાવ મળતા નથી. વચેટીયાઓ બેફામ લુંટ ચલાવે છે. તેલિયા રાજાઓની બેફામ સંગ્રહખોરી, કાળાબજારી થઇ રહી છે. કાળા બજારીયા – સંગ્રહખોરો માલામાલ થઈ રહ્યા છે. આસમાને મોંઘવારીથી લાખો પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે. સંગ્રહખોર-કાળા બજારિયાઓ માટે ‘અમૃતકાળ’ છે. ભાજપ સરકાર કેમ આવા સંગ્રહખોરો – કાળા બજારીયાઓને રક્ષણ આપી રહી છે ?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com