લીવ ઇન મા રહેતી નકલી ડેપ્યુટી કલેકટર સુરતના વેપારી પાસેથી સોનું લઇ તેને ગીરવે મૂકી અંબાજી દર્શન કરવા પહોંચી, પોલીસે પકડી…

Spread the love

સુરતમાં ડેપ્યુટી કલેકટરને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી છે. કારણ કે આ ડેપ્યુટી કલેક્ટરે નકલી અધિકારી બની છેતરપિંડી કરવાનું સામે આવ્યું છે. નકલી અધિકારી બનનાર ડેપ્યુટી કલેકટરે 12.38 લાખનો ચૂનો લગાડ્યો છે.

શહેરમાં સલાબતપુરાના એક જવેલર્સ સાથે મહિલાએ ડેપ્યુટી કલેકટરનો હોદ્દો બતાવી ૧૨ લાખથી વધુના સોનાના દાગીના ખરીદીનો ચેક આપી નીકળી ગઈ હતી.

જોકે આ ચેક રીટર્ન થતા જવેલર્સ માલિકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ મહિલા બોગસ ડેપ્યુટી કલેકટર હોવાનું સામે આવ્યું હતું. જેમાં પોલીસે મહિલા અને તેની સાથે લીવ ઇનમા રહેતા પુરુષની ધરપપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટના પ્રાપ્ત વિગત મજુબ સુરતમાં ડેપ્યુટી કલેકટર નો ખોટી ઓળખ આપી એક મહિલા જવેલર્સ ને ૧૨ .૩૮ લાખનો ચૂનો ચોપડી ગઈ હતી . સુરત ના લંબે હનુમાન રોડ ઉપર શુભલક્ષ્‍મી એપાર્ટમેન્ટમાં રહેતા લખા મફાભાઈ રબારી માન દરવાજા ૮૦ ફૂટ રોડ ઉપર ચામુંડા જવેલર્સને નામે દુકાન ધરાવે છે. ગત ૩૧મી માર્ચે સવારે પોણા અગિયારેક વાગ્યે તેમની દુકાને એક મહિલા દાગીના ખરીદવા આવી હતી.

આ મહીલાએ હેતલકુમારી સંજય પટેલ તરીકે પોતાની ઓળખ આપી હતી .અને હાલ ગાંધીનગરમાં ડેપ્યુટી કલેક્ટરના હોદા ઉપર હોવાનું જણાવ્યું હતું. એટલુજ નહિ તેના પતિ સંજય પટેલ પણ બનાસ ડેરીમાં ચીઝ ડીપાર્ટમેન્ટમાં મેનેજર હોવાનું જણાવી દાગીના ખરીદવાની ઇચ્છા દર્શાવી હતી. આ યુવતીએ ૧૨.૩૮ લાખના દાગીના ખરીદ્યા હતા, બદલામાં બે ચેક આપ્યા હતા.

મહિલા જ્યારે સોનીને ચેક આપતી હતી ત્યારે સોની ચેકને લેવા મામલે અસમંજસમાં હતો ત્યારે આ મહિલાએ બીજી સ્ટોરી ઉભી કરી અને એક દિવસ પહેલાં જ સારોલી પોલીસ મથકે પોતાના મોબાઇલ ફોનની ચીલઝડપની ફરિયાદ નોંધાવી હતી તેની કોપી બતાવી હતી. ૨૯મી માર્ચે તે રિક્ષામાં બેસી સુરત-કડોદરા રોડ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે મોપેડ સવાર બે ગઠિયાઓ તેનો ૧૦ હજારની કિંમતનો મોબાઈલ આંચકી ગયા હતા. આ ફરિયાદમાં તેણે પોતાનો હોદ્દો ડે. કલેક્ટર તરીકેને લખાવ્યો હતો એટલી મોટી રકમ હોવાથી જવેલર્સે સારોલી પોલીસ મથકમાં ફોન કરતા ફરિયાદ સાચી હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ સોની એ મહિલા પાસેથી ચેક લીધો હતો. જોકે આ ચેક ત્રણ દિવસ બાદ ચેક રીટર્ન થતા જવેલર્સે સલાબતપુરા પોલીસ મથકમાં ફીયાદ નોંધાવતા પોલીસે મહિલાને ઓળખી બતાવી હતી આ મહિલા અગાઉ પણ વ્યારા ,નવસારી અને સુરતમા છેતરપીંડી આચરી ચુકી છે.

પોલીસે નકલી ડેપ્યુટી કલેકટરની ઓળખાણા આપનાર મહિલાની તપાસ કરતા તેનું નામ હેતલ પટેલ હોવાનું સામે આવ્યું હતું. આ હેતલ જીતુ પટેલ સાથે લીવ ઇન મા રહેતી હતી અને સુરતના વેપારી પાસેથી સોનું લઇ તેને ગીરવે મૂકી એક કાર લઇ અને બને અંબાજી દર્શન કરવા માટે પહોચ્યા હતા. પોલીસને બાતમી મળતા હેતલ અને તેમની સાથે રહેતો જીતુ પટેલની ધરપકડ કરી કાયદેસરની કામગીરી હાથ ધરી હતી. આ હેતલ અગાઉ પણ અનેકને સરકારી અધિકારીના સ્વાંગમાં ખોટા હોદ્દા બતાવી છેતરી ચુકી છે..ત્યારે આ મામલે વધુ ખુલાસા થાય તો નવાઈ નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com