અપહરણ કરનાર ચારેય ઇસમો તેમજ ગુનામા વપરાયેલ મારૂતિ સ્વિફ્ટ કાર સાથે પકડી પાડતી એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ

Spread the love

તપોવન સર્કલથી જતી  કાર શંકાસ્પદ જણાતા તે કારને રોકી અંદર બેઠેલ પાંચ ઇસમોની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતા પૂછપરછ બાદ અટકાયત કરી

અમદાવાદ

પોલીસ કમિશનર અમદાવાદ શહેર તથા મે.સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક અમદાવાદ શહેર તથા મે. નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક પશ્ચિમ અમદાવાદ શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર તરફથી ચુંટણી સંદર્ભે વાહનો નુ સઘન ચેકીંગ કરવાની સુચના મળેલ જે મુજબ પોલીસ ઇન્સપેક્ટર એન.એમ.પંચાલના માર્ગદર્શન હેઠળ એલ ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમા ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો રોકી સઘન વાહન ચેકીંગની કાર્યવાહી દરમિયાન એલ ટ્રાફિક પોલીસ સ્ટેશનના અ.હે.કો. ભગવાનસિંહ રંગુસિંહ, બ.નં. ૯૭૯૧, આ.પો.કો. મેહુલકુમાર ડાહ્યાભાઇ, બ.નં.૧૮૦૦ તથા અ.પો.કો. દેવાંગ હર્ષદકુમાર, બ.નં.૯૯૧૩ નાઓએ એક શકમંદ સ્વિફ્ટ કાર નં. GJ-07-BB-5237 ની તપોવન સર્કલથી પસાર થતી હતી દરમિયાન શંકાસ્પદ જણાતા તે કારને રોકી અંદર બેઠેલ પાંચ ઇસમોની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય સદર ગાડીમા બેઠેલ ઇસમોની વધુ પુછપરછ કરતા જણાયેલ કે ચાર ઇસમો ગાડીમા બેઠેલ અન્ય એક ઇસમ હરચંદરામ સોનજી પુરોહિત, ઉ.વ.૪૫, ધંધો- વેપાર, રહે. મ.નં.૨૦૫, વિશ્વકર્મા સોસાયટી, જાદવવાડી, કોલ્હાપુર, તા.કરવીર,જી- કોલ્હાપુર, મહારાષ્ટ્ર. મુળ વતન- ગામ- બીલડ, તા.રાણીવાડા, જી- સાંચોર, રાજસ્થાન નાઓને બળજબરી પુર્વક કોલ્હાપુર મહારાષ્ટ્ર થી અત્રે લઇ આવેલ હોવાનું જણાયેલ જેથી તેઓની પુછપરછ કરતા જાણવા મળેલ કે ભોગ બનનારના પુત્ર દર્જારામ હરચંદ્રરમ પુરોહિત નાઓએ પન્હાળા પોલીસ સ્ટેશન, જી-કોલ્હાપુર, મહારાષ્ટ્ર ખાતે એફ.આઇ.આર.નં. ૦૦૯૭/૨૪ ધી ઇ.પી.કો. કલમ ૩૬૫ મુજબ થી તા.૦૮/૦૪/૨૦૨૪ ના રોજ સદરી હરચંદરામ ના અપહરણ બાબતે ફરીયાદ નોધાવેલ હોય સદર ગુનાના કામના સદર હરચંદરામનુ અપહરણ કરી અત્રે લાવનાર ચારેય ગાડીમા બેઠેલ આરોપી (૧) દિનેશકુમાર મોબતારામ પુરોહિત, ઉ.વ.૨૬, રહે. ગામ- વાડા, તા.રાણીવાડા, જી- સાંચોર, રાજસ્થાન. (૨) મહેન્દ્ર રામારામ પુરોહિત, ઉ.વ.૨૭, રહે. ગામ- વાડા, તા.રાણીવાડા, જી- સાંચોર,રાજસ્થાન. (૩) સમેરારામ કાંતીલાલજી પુરોહિત, ઉ.વ.૨૪, રહે. ગામ- રોડા, તા.રાણીવાડા, જી- સાંચોર, રાજસ્થાન. તથા (૪) સંજયકુમાર નરશીરામ મેઘવાલ, ઉ.વ.૨૨, રહે. ગામ- માલવાડા, તા.રાણીવાડા, જી- સાંચોર, રાજસ્થાન નાઓ ઉપરોક્ત ગુનામા સંડોવાયેલ હોય જે હકીકત આધારે સદરી આરોપીઓની અંગઝડતી તપાસ કરી સી.આર.પી.સી.કલમ-૪૧(૧)(આઇ) મુજબ અટક કરી તેમજ સદર ગુનામા ઉપયોગમાં લીધેલ સ્વિફ્ટ કાર નં. GJ-07-BB-5237 ની પંચનામા વિગતે એલટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે કબ્જે લઇ ધોરણસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી સારુ પન્હાળા પોલીસ સ્ટેશન, જી-કોલ્હાપુર, મહારાષ્ટ્ર નાઓને સદરી ચારેય આરોપીઓ તથા ઉપયોગ મા લીધેલ કાર સોપવા તજવીજ હાથ ધરેલ છે.

સારી કામગીરી કરનાર :- (૧) અ.હે.કો. ભગવાનસિંહ રંગુસિહ, બ.નં. ૯૭૯૧ (૨) આ.પો.કો. મેહુલકુમાર ડાહ્યાભાઇ,

બ.નં.૧૮૦૦ (૩) અ.પો.કો. દેવાંગ હર્ષદકુમાર, બ.નં.૯૯૧૩ નાઓએ પકડેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com