સુરત શહેરમાં આવેલ સૌથી મોટા VR મોલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી ભર્યો મેલ આવ્યો. જેના પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચ,એસઓજી બોમ્બ-સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.સુરતમાં પોલીસે વીઆર મોલ ખાલી કરાવ્યો છે. મોલમાં બ્લાસ્ટ કરવાની ઘમકી મળતા પોલીસ એક્શન મોડમાં આવી છે.
સુરત વી.આર.મોલને એક મેઈલ આવ્યો જેમાં લખ્યું છે કે, ‘જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે’. આ ધમકી ભર્યો મેલ મળતા જ ક્રાઈમ બ્રાન્સ, SOG, બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચ્યુ છે. ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
દેશભરમાં 52 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટના ધમકી ભર્યા મેઇલ મળ્યા છે. એડિશનલ સીપી કે.એન. ડામોરે જણાવ્યું હતું કે, આજે ચાર વાગ્યે આ મેઇલ આવ્યો હતો. અમે બધાને મોલમાંથી બહાર કાઠ્યા છે. અમારી ક્રાઈમ બ્રાન્સ, SOG, બોમ્બ સ્ક્વોડ ટીમ મોલની અંદર તપાસ કરી રહી છે.