સરખેજ પોલીસ સ્ટેશનના ૨૦૨૨ના કેસમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેર વિસ્તારમાં લોકસભા ચૂંટણી અન્વયે આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર પી.બી,ખાંભલાની ટીમના એ.એસ.આઈ. સંજયસિંહ હાલુસિંહ તથા પો.કો. પ્રદિપકુમાર હેમજીભાઈ દ્વારા નાસતા ફરતા આરોપી જનકભાઈ મખાભાઈ રાણીંગા (ભરવાડ) ઉ.વ.૪૦, ગામ.રાયસણ, અમ્રતભાઇ મફાભાઈ રબારીના મકાનમા, રાયસણ, ગાંધીનગર, મુળ વતન. મોટીસખપર, તા.સાયલા, જી.સુરેન્દ્રનગરને નાના ચિલોડા ઓવર બ્રીજ નીચેથી તા. ૮/૪/૨૦૨૪ ના રોજ ઝડપી લીધેલ છે.આરોપી વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૪૧(૧) (આઈ) મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે.આરોપીની પૂછપરછ કરતા આરોપી જમીન દલાલીનું કામ કરતા હોય સને૨૦૨૨ મા આંબલી ખાતે આવેલ જમીન ખાતા નંબર ૩૩૨ સર્વે નંબર ૧૭૩ની જમીન ખેડૂત ભાવેશભાઇ દ્વારીકાપ્રસાદ પટેલ તથા ઇશ્વરભાઈ ગોવિંદભાઈ પટેલ તથા જીતેન્દ્રભાઇ ગણપતભાઈ પરમાર તથા ભોટાભાઈ ભરવાડ તથા અપ્પુભાઇ ભરવાડ સાથે મળી દાણી નામના માણસ સાથે મીટીંગ કરી વેચાણ અપાવેલ હતી. જમીન વેચાણ રાખેલ હોય તે અંગેનાચેકો ખેડૂત ભાવેશભાઇ દ્રારીકાપ્રસાદ પટેલ તથા ઇશ્વરભાઈ ગોવિંદભાઈ પટેલને આપેલ હતા જમીન દલાલી ૧% ટકો નક્કી કરેલ હતી. આ ખેડુત ભાવેશભાઈ દ્રારીકાપ્રસાદ પટેલ તથા ઇશ્વરભાઈ ગોવિંદભાઇ પટેલ તથા ભોટાભાઈ ભરવાડ તથા અપ્પુભાઈ ભરવાડના ફરીયાદી કિર્તિભાઇ તથા કેતનભાઈ પટેલના પાનકાર્ડ તથા આધાર કાર્ડ બનાવી લઇ આવેલા હતા.બહુચરાજી બેંકમા એક્સિસ બેન્કમા ખાતા ખોલવેલા હતા. દાણી સાહેબે જમીન વેચાણના ચેકઆપેલ હતા. તે બહુચરજી એક્સિસ બેંકમા ચેકો ખેડુતોએ ભરેલ હતા. તેમ જણાવતા હોય જમીનદસ્તાવેજ સબ રજીસ્ટાર કચેરીમા કરાવવા માટે ગયેલ હતા. તે દરમ્યાન જમીન માલીક આવીગયેલ. પોલીસ બોલાવતા પોલીસ સ્ટેશન લઇ ગયેલા.જે અંગે સરખેજ પોલીસ સ્ટેશન પાર્ટ એગુ.ર.નં.૧૧૧૯૧૦૪૮૨૨૦૯૮૫/૨૦૨૨ ધી ઇ પી કો કલમ ૪૧૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭,૪૬૮, ૪૭૧, ૧૨૦(બી)મુજબનો ગુનો દાખલ થયેલ. તે ગુનામાં તેનું નામ આવેલ હોય આજદિન સુધી તેની ધરપક્ડ ટાળવા નાસતા ફરતા રહેલ હતાં આરોપીને સરખેજ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૮૨ ૨૦૯૮૫/૨૦૨૨ ધી ઈ પી કો કલમ ૪૧૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી)મુજબ આરોપીને સરખેજ પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુન્હાના કામે સોંપવા તજવીજ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com