કચ્છનાં ખેડૂત દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવા મામલે ખેડૂત દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. ખેડૂતો દ્વારા રૂા. 11 કરોડનાં ઈલેક્ટોરલ બોન્ડ ખરીદાયા હોવાનું સામે આવ્યું હતું. 11 કરોડના ઈલેક્ટરોલ બોન્ડ ખરીદનારા ખેડૂતે પોતાની વ્યથા વર્ણવી હતી. અમે રાજકીય પક્ષને કોઈ ફંડ આપ્યું નથી.
ખેડૂતે વેલસ્પન કંપનીનાં મહેન્દ્રસિંહ સોઢા પર આક્ષેપ લગાવ્યા હતા. વેલસ્પન કંપનીના મહેન્દ્રસિંહ સોઢા નામના અધિકારીએ ગેરમાર્ગે દોર્યા હતા. તેમજ પૂર્વ કચ્છ પોલીસ પણ અમને સહયોગ કરી રહી નથી.
અંજારના વરસામેડીના ખેડૂત સવાભાઇ મણવરે 11 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યાનો થયો ખુલાસો થયો હતો. સામાન્ય ખેડૂતે 11 કરોડના બોન્ડ ભાજપને દાન કર્યાની માહિતી મળતાં વિવાદ થયો હતો.સવાભાઇએ 10 એકર જમીન વેલ્સપન કંપનીને વેચવા માટે કાર્યવાહી કરી હતી. મુલ્યાંકન સમિતિએ જમીનની કિંમત 76 કરોડને બદલે 16 કરોડમાં વેચી હતી. 16 કરોડમાંથી વેલ્સપન કંપનીએ 13 કરોડના ચેક બનાવ્યા હતા. વેલ્સપન કંપનીના મહેન્દ્રસિંહ સોઢાએ ખેડૂતને રકમ ઇલેક્ટોરલ બોન્ડમાં રોકવા જણાવ્યું હતું. ઇલેક્ટરોલ બોન્ડમાં પૈસા દોઢ ગણા થઇ જશે તેવી લાલચ આપી હતી. ખેડૂત સવાભાઇને ગાંધીનગર લઇ જવામાં આવ્યા જ્યાં ભાજપના નેતાઓ સાથે બેઠકો થઇ હતી. ઇલેક્ટોરલ બોન્ડમાં દોઢગણા પૈસા થવાની લાલચ આપી સવાભાઇ પાસેથી બોન્ડની ખરીદી કરાવાઇ હતી. વેલ્સપન કંપનીના અધિકારીઓએ છેતરપિંડીથી 11 કરોડ દાન કરાવી દીધાનો ખેડૂતનો આરોપ છે. પોલીસ પણ સમગ્ર ઘટનાને લઇ ફરિયાદ ન નોંધતી હોવાનો આરોપ કર્યો છે.