ભાજપના રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પૂર્વ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનને લઇ વિરોધ સતત વકરી રહ્યો છે. પરંતુ ભાજપ તેને હજી પણ ગણકારતુ હોય તેવું લાગતું નથી. ગુજરાતના જુદા જુદા શહેરો તેમજ ગામડાઓમાં રૂપાલાના વિરોધ કરતા પોસ્ટર બેનર લાગી રહ્યાં છે. ક્ષત્રિયો દ્વારા રૂપાલાનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ત્યારે રૂપાલાએ આગામી 16મી એપ્રિલના રોજ ફોર્મ ભરવાની તૈયારી દાખવી દીધી છે. જે સ્પષ્ટ કરે છે કે, ક્ષત્રિયની રૂપાલાની ટિકિટ રદ કરવાની માગને ભાજપ હાઇકમાન્ડે સ્વીકારી નથી. તેવામાં હવે જામનગરના જામ સાહેબ મેદાને ઉતર્યા છે. જામ સાહેબનો એક પત્ર સામે આવ્યો છે. જેમાં તેઓએ રાજપૂતે એકતા બતાવી રૂપાલાને હરાવવાની વાત કરી છે.